June 30, 2024

Modi Govt 3.0: લોકસભા સ્પીકર પદ નહિ છોડે ભાજપ, સહયોગી પક્ષોએ ડે.સ્પીકરથી માનવો પડશે સંતોષ

Modi Govt 3.0: મોદી સરકારની રચના બાદથી જ ભાજપે સ્પષ્ટ કરી દીધું છે તે પોતાના સહયોગી પક્ષોની સામે નમતું નહિ જોખે. ભાજપના સહયોગી પક્ષોને એક રીતે સંદેશ આપી દીધો છે કે તે ગઠબંધન ધર્મ ચોક્કસ પાળશે પરંતુ દબાણ હેઠળ સરકાર નહિ ચલાવે. મંત્રીમંડળના વિસ્તરણમાં ભાજપનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. હવે ભાજપે લોકસભા સ્પીકરના પદ માટે પણ વિટો પાવરનો ઉપયોગ કર્યો છે. તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ સ્પીકર પદ છોડવા નથી માંગતુ. જોકે, NDAના સહયોગી પક્ષોને ડે. સ્પીકરનું પદ ચોક્કસ મળી શકે છે.

વધુ વાંચો: રાજનાથ સિંહના ઘરે NDAની બેઠક, સ્પીકરની ચૂંટણી અને INDIA ગઠબંધન વિરુદ્ધ બનાવી રણનીતિ

સૂત્રોનું માનીએ તો, ભાજપ લોકસભા સ્પીકરનું પદ પોતાની પાસે રાખશે અને ડેપ્યુટી સ્પીકરનું પદ NDAના સહયોગી પક્ષોને આપશે. પાર્ટી હાઇકમાન્ડે NDAના સહયોગી પક્ષો અને વિપક્ષી દળો સાથે ચર્ચા કરીને સહમતી મેળવવાની જવાબદારી પાર્ટીના સિનિયર નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને આપી છે.

રવિવારે રાજનાથ સિંહના ઘરે મળી હતી બેઠક
રવિવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના ઘરે સંસદ સત્રને લઈને એક મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડા, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કિરણ રિજિજૂ, JDU નેતા લલન સિંહ, ચિરાગ પાસવાન પણ સામેલ થયા હતા. આ બેઠકમાં 18મી લોકસભા પહેલા સંસદીય સત્ર અને સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના પદને લઈને NDA ઉમેદવારના નામને લઈને ચર્ચા કરવામાં આવી હતી.