July 4, 2024

Modi સરકાર 3.0: Smriti Irani જેવા 20 દિગ્ગજ ચહેરાઓ હવે આ કેબિનેટમાં નહીં જોવા મળે!

Modi Swearing In Ceremony: મોદી સરકાર 3.0 ના શપથ ગ્રહણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. જે સાંસદોને ફોન આવ્યાં છે તેઓ ખુશીથી શપથ ગ્રહણ સમારોહની તૈયારી કરી રહ્યા છે. પરંતુ જે દિગ્ગજ સાંસદોને ફોન નથી આવ્યા તેમને લઇને સંશયની સ્થિતિ સર્જાઇ છે.

આવી સ્થિતિમાં ભાજપના 20 દિગ્ગજોના નામ સામે આવ્યા છે, જેમને મોદી સરકાર 2.0માં ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારીઓ આપવામાં આવી હતી, પરંતુ આ વખતે તેમના નામ યાદીમાંથી ગાયબ છે. અત્યાર સુધી ન તો તેમને ફોન આવ્યો છે કે ન તો તેઓ પીએમ આવાસ પર યોજાયેલી મીટિંગમાં સામેલ થયા છે. જો કે આમાં ઘણા નામ એવા છે જેઓ ચૂંટણી જીત્યા પણ નથી.

યાદીમાં આ 20 નેતાઓનો સમાવેશ

  1. અજય ભટ્ટ
  2. સાધ્વી નિરંજન જ્યોતિ
  3. મીનાક્ષી લેખી
  4. રાજકુમાર રંજન સિંહ
  5. જનરલ વીકે સિંહ
  6. આરકે સિંહ
  7. અર્જુન મુંડા
  8. સ્મૃતિ ઈરાની
  9. અનુરાગ ઠાકુર
  10. રાજીવ ચંદ્રશેખર
  11. નિશીથ પ્રામાણિક
  12. અજય મિશ્રા ટેની
  13.  સુભાષ સરકાર
  14.  જ્હોન બારલા
  15. ભારતી પંવાર
  16.  અશ્વિની ચૌબે
  17.  રાવસાહેબ દાનવે
  18.  કપિલ પાટીલ
  19.  નારાયણ રાણે
  20.  ભગવત કરાડ

આ 22 સાંસદો બેઠક માટે પીએમ આવાસ પહોંચ્યા હતા
શપથગ્રહણ પહેલા વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચેલા લોકોમાં 22 સાંસદો પણ સામેલ હતા. જેમાં 1. સર્બાનંદ સોનોવાલ, 2. ચિરાગ પાસવાન, 3. અન્નપૂર્ણા દેવી, 4. મનોહર લાલ ખટ્ટર, 5. શિવરાજ સિંહ ચૌહાણ, 6. ભગીરથ ચૌધરી, 7. કિરેન રિજિજુ, 8. જિતિન પ્રસાદ, 9. એચડી કુમારસ્વામી, 10. જ્યોતિરાદિત્ય સિંધિયા, 11. નિર્મલા સીતારમણ, 12. રવનીત બિટ્ટુ, 13. અજય તમટા, 14. રાવ ઈન્દ્રજીત સિંહ, 15. નિત્યાનંદ રાય, 16. જીતન રામ માંઝી, 17. ધર્મેન્દ્ર પ્રધાન, 18. ગજેન્દ્ર સિંહ શેખાવત, 19. હર્ષ મલ્હોત્રા, 20. એસ જયશંકર, 21. સીઆર પાટીલ, 22. કૃષ્ણપાલ ગુર્જર.