News 360
Breaking News

રાજ્ય મંત્રી મુકેશ પટેલ મહાદેવની ભક્તિના રંગમાં રંગાયા

મુકેશ પટેલ - NEWSCAPITAL

ગાંધીનગરઃ વન-પર્યાવરણ રાજ્ય મંત્રી તથા ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ મહાદેવની ભક્તિના રંગમાં રંગાયા હતા. ‘ગાંવ ચલો’ અભિયાન અંતર્ગત રાજ્ય મંત્રી મુકેશ પટેલ સરસ ગામે પહોંચ્યા હતા. જ્યાં સાંજે તેઓ ભજનમાં જોડાયા હતા અને હાર્મોનિયમ વગાડી ભજનો પણ ગાયા હતા.

મંત્રી મુકેશ પટેલ ભોલેનાથના ભજન ગાતા નજરે પડ્યા
ઓલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ગાંવ ચલો અભિયાન અંતર્ગત ઓલપાડ વિધાનસભાના સરસ ગામ ખાતે આયોજીત સંગીત સંધ્યા કાર્યક્રમમાં ઓલપાડના ધારાસભ્ય અને વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ભોલેનાથના ભજન ગાતા નજરે પડ્યા હતા, ત્યારે ઓમ નમઃ શિવાયની ધૂનથી ભક્તિમય વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મંત્રી મુકેશ પટેલ સવારે ઓલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિય ગાંવ ચાલો અભિયાન અંતર્ગત ઓલપાડ ગામના બુથ નં. 102 ના વિવિધ વિસ્તારમાં ગયા હતા, જ્યાં તેમણે સ્થાનિક લોકો સાથે સંવાદ કર્યો હતો અને ભાજપ સરરકરની વિવિધ યોજનાઓથી માહિતગાર કર્યા હતા. મંત્રી મુકેશ પટેલની સાથે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.મુકેશ પટેલ - NEWSCAPITAL

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલ ખેડૂતો સાથે ખાટલા બેઠક કરશે

CM ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં કાર્યકતાના ઘરે રાત્રી રોકાણ કર્યું
ઉલ્લેખનીય છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો પર પાંચ લાખથી વધુની લીડ સાથે જીત મેળવવાના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ગઈકાલથી બે દિવસ સુધી ગુજરાત ભાજપ દ્વારા ગાંવ ચલો અભિયાન અંતર્ગત 56,700 કાર્યકર્તાઓ 33 જિલ્લા અને 8 મહાનગરોમાં રાત્રિ રોકાણ અર્થે ગયા છે. જેમાં રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે પણ બનાસકાંઠાના જલોત્રા ગામમાં કાર્યકતાના ઘરે રાત્રી રોકાણ કર્યું છે.