ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાને લઈ મિશન સિધ્દત્વ 2.0 પુસ્તીકા જારી

અમદાવાદ: આગામી 27મી ફેબ્રુઆરીથી ધો. 10 અને 12ની બોર્ડની પરિક્ષા શરૂ થવા જઇ રહી છે ત્યારે અમદાવાદના જીલ્લા શિક્ષણાધીકારી દ્વારા વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીએ કેવી રીતે તૈયારી કરીને સારામાં સારા માર્ક મેળવી શકે તે માટે મિશન સિધ્દત્વ 2.0 પુસ્તીકા જારી કરી છે. જેમાં વિદ્યાર્થીઓને આઇએમપી પ્રશ્નો અને તેના ઉકેલો મળી શકશે, સાથે સાથે વિદ્યાર્થીઓને પોતાના પરીક્ષા સેન્ટર શોધવામાં મુશ્કેલીઓ પડતી હોય છે. ઘણીવાર પરીક્ષા સેન્ટર નહીં મળતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે, પરંતુ વિદ્યાર્થીઓની આ મૂંઝવણને પણ દૂર કરવાનો પ્રયાસ અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારીએ કર્યો છે. એક પુસ્તિકાના માધ્યમથી પરીક્ષા સેન્ટરના ક્યુઆર કોડ રજૂ કરીને વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીએ કોઈ મુશ્કેલી ન પડે અને ક્યુઆર કોડ સ્કેન કરીએને વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર સુધી પહોંચી શકે તેવો નવતર પ્રયોગ હાથ ધરાયો છે.
ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાને 15 દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીની તૈયારીઓ કરી અને પરીક્ષામાં સારા માર્ક મેળવી શકે એ મૂંઝવણને પણ દૂર કરવાનો પ્રયાસ એક મિશન સિધ્દત્વમાં 2.0ના માધ્યમથી અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારીએ કર્યો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્ય કૃપા જહાએ ન્યૂઝ કેપીટલને જણાવ્યું કે, પરીક્ષાને 15 દિવસ જેટલો સમય રહ્યો છે અને આ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓને તૈયારીમાં કેવી રીતે અનુરૂપ થઈ શકાય તે પ્રયાસ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે મિશન સિધ્દત્વ 2.0 નામની પુસ્તક થકી છેલ્લી ઘડીએ પણ એ પ્રશ્નોને સોલ્વ કરી લેશે તો વિદ્યાર્થીઓ સારા એવા માર્ક્સ બોર્ડની પરીક્ષામાં મેળવી શકશે. જે તે વિષયના નિષ્ણાત શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રશ્નોની એક પુસ્તિકા બનાવી છે જે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી બનશે. પરીક્ષામાં જે તે વિષયમાં આવતા પ્રશ્નોના જવાબોનું વાંચન વિદ્યાર્થીઓ કરીને સારા માર્ક મેળવી શકે છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષામાં અલગ અલગ પરીક્ષા સેન્ટર પર નંબર આવતો હોય છે, ઘણીવાર એવું પણ બનતું હોય છે કે વિદ્યાર્થીને પરીક્ષા સેન્ટર છેલ્લી ઘડીએ મળતો નથી તો આવી તકલીફને ધ્યાનમાં રાખીને આ પુસ્તિકામાં પરીક્ષા સેન્ટરના ક્યુઆર કોડ બનાવવામાં આવ્યા છે. જેને સ્કેન કરવાથી મેપમાં જે તે સેન્ટરનું લોકેશન મળી રહેવાનું છે. એટલે વિદ્યાર્થીઓને આ મૂંઝવણ પણ દૂર કરવાનો કરવામા આવ્યો છે. આ પુસ્તિકા દરેક શાળાઓમાં પણ આપવામાં આવશે સાથે સાથે તેની પીડીએફ વધુ ને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે જેથી કરીને વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકે. આ પુસ્તકનું લોકાર્પણ અમદાવાદના સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.