October 5, 2024

દિલ્હીમાં સગીરની છરીના ઘા મારીને હત્યા, માતાની મીઠાઈ ના પહોંચી ઘરે

દિલ્હી: ” મોત હવે રેઢું પડ્યું” વિધાતા પણ વિચારતો હશે કે મારા સિવાય કોણ છે આ મોતના સોદાગર. હત્યાના કેસ એટલા વધ્યાં કે હવે ધોળા દિવસે ઘરની બહાર નિકળતા પણ મેગા સીટીમાં ડર લાગે છે. ફિલ્મી ઢબે એવી હત્યા કરી નાંખે છે કે લોકો તો શું પોલીસ પણ માથું ખંજોળતી થઈ જાઈ છે. ફરી એક વાર એવો જ બનાવ દિલ્હીમાં સામે આવ્યો છે.

ચાકુ મારીને હત્યા
ક્રાઈમના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. ફરી એક વખત દિલ્હીમાં એવો બનાવ સામે આવ્યો છે જેના કારણે તમારૂ હૃદય કંપી ઉઠશે …દિલ્હીના કરવલ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 વર્ષીય સગીરને ચાકુ મારીને હત્યા કરવામાં આવી છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. જે બાદ પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ
પોલીસે સ્થળ પર જઈને આજુબાજુમાં લાગેલ કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે. જેના કારણે હત્યારો કોણ છે અને કેવી રીતે હત્યા કરવામાં આવી તે તમામ તપાસ પોલીસ કરી રહી છે. પોલીસે આપેલી માહિતી અનુસાર મૃતક કિશોર દિલ્હીની બાજુમાં આવેલા લોનીના અંકુર વિહારમાં રહેતો હતો.

મીઠાઈ ખરીદવા માટે બહાર
મૃતકના ભાઈએ મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું કે, કિશોર બુધવારની સાંજે તેની માતા માટે મીઠાઈ ખરીદવા માટે બહાર ગયો હતો, ત્યારબાદ રાત્રે અંદાજે 8:30 વાગ્યે પોલીસે કિશોરની હત્યા કરવામાં આવી હોવાની જાણ ઘરને જાણ કરી હતી. કિશોરના ભાઈએ વધુમાં જણાવ્યું કે કિશોર દિલ્હીના કરોલ બાગમાં કામ કરતો હતો. તેના ભાઈએ કહ્યું કે એની કોઈ સાથે દુશ્મની નહોતી. પોલીસ સુત્રોએ આપેલી માહિતી અનુસાર હત્યા થયાની માહિતી મળતાં જ દિલ્હીના કરાવલ નગર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યારબાદ કિશોરને જીટીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે દવાખાનામાં હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ક્રાઈમ અને ફોરેન્સિક ટીમે ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે.

લોકોમાં રોષ
હાલ હત્યાનું કારણ શુ છે તે પોલીસ શોધી શકી નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ બદમાશોને કોઈ પોલીસનો ડર નથી. આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી નથી. જેના કારણે આ વિસ્તારમાં ચોરી, સ્નેચિંગ અને હત્યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બદમાશો માટે આવા બનાવો સામાન્ય બની ગયા છે. વારંવાર આવા બનાવો બનવા છતાં કોઈ આરોપીઓની ધરપકડ કરવામાં આવતી નથી.

આ પણ વાંચો: નવા વર્ષમાં મોદી બનશે જયપુરના મહેમાન, દેશભરની પોલીસ ખડેપગે