મહેસાણાના ગોઝારીયા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની રેડ, 1.60 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો

મહેસાણા: ભૂ-માફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગે લાલ આંખ આખ કરી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા 3 ડમ્પર, 2 જેસીબી સહિત 5 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. 1 કરોડ 60 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો છે.

ગોઝારીયા વિસ્તારમાં રોયલ્ટી તેમજ પાસ પરમિટ વગર ઓવરલોડ સાદી માટી ભૂ- માફિયા વહન કરી રહ્યા છે. ખનીજ વિભાગ દ્વારા વાહન માલિકો તેમજ કોન્ટ્રાક્ટ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.