આજે MI અને SRH વચ્ચે મુકાબલો, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ્સ અને પિચ રિપોર્ટ

MI vs SRH pitch Report: મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનો આજે મુકાબલો છે. વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમ ટકરાશે. બંને ટીમ માટે આજની મેચ જીતવી ખૂબ જરૂરી છે. બંને પોઈન્ટ ટેબલમાં પાછળ છે. આ બંને ટીમ એવી છે કે જેમને મોટા ભાગની મેચમાં સતત હારનો સામનો કર્યો છે. આવો જાણીએ આ મેદાનમાં આઈપીએલનો રેકોર્ડ શું છે અને કેવી રહેશે આજની પીચ. આવો તમામ માહિતી.
અત્યાર સુધીનો બંને ટીમનો રેકોર્ડ
IPLમાં બંને ટીમની વાત કરવામાં આવે તો મુંબઈની ટીમની 6 મેચમાં 2 મેચમાં જીત થઈ છે, 4 મેચ એવી હતી કે જેમાં હાર જ મળી છે. પોઈન્ટ ટેબલમાં મુંબઈની ટીમ 7માં સ્થાન પર છે. હવે હૈદરાબાદની ટીમની વાત કરીએ તો આ ટીમ સિજનની પહેલી મેચ જીતી ગઈ હતી. પરંતુ જેમ જેમ આઈપીએલની સિઝન આગળ વધવા લાગી તેમ તેમ આ ટીમને માત્ર હાર જ મળી છે. છેલ્લી જે મેચ હતી તેમાં એક જીત મળતાની સાથે ટીમ 10માં સ્થાનથી 9માં સ્થાન પર પહોંચી ગઈ છે. જો હૈદરાબાદની ટીમ આજની મેચ જીતે છે તો તે 7મા સ્થાને પહોંચી જશે.
આ પણ વાંચો: અમ્પાયરે રિયાન પરાગનું બેટ કર્યું ચેક અને થઈ દલીલ, વીડિયો આવ્યો સામે
વાનખેડે સ્ટેડિયમ પિચ રિપોર્ટ
આજની મેચમાં સ્પિનરોનો જાદુ જોવા મળી શકે છે. આ મેદાન બેટિંગ માટે ઘણું જાણીતું છે. આજની મેચમાં મોટો સ્કોર બની શકે છે. જે પણ કેપ્ટન અહિંયા ટોસ જીતે છે તે બોલિંગ લઈ શકે છે. આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનારની ટીમનો સ્કોર 220 પર પહોંચે છે. ઝડપી બોલરો માટે પડકાર હશે કારણ કે અહીંનું આઉટફિલ્ડ પણ ઝડપી હશે.