મુંબઈ ઈન્ડિયન્સ લખનૌ સુપર જાયન્ટ્સ સામે બદલો લેવા તૈયાર, જાણો હેડ ટુ હેડ રેકોર્ડ

IPL 2025: IPL 2025 ની 45મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ વચ્ચે રમાવાની છે. આ મેચનું આયોજન મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે. આ સિઝનમાં બંને ટીમ બીજી વખતે આમને-સામને આવશે. આ પહેલા જ્યારે બંને ટીમ આમને-સામને આવી હતી ત્યારે લખનૌની ટીમની જીત થઈ હતી. મુંબઈને 12 રનથી હાર આપી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરી હતી અને રન સ્કોર 203 બનાવ્યો હતો. મુંબઈની ટીમ ઓનલી 191 રન બનાવવામાં સફળ રહ્યું હતું અને આખરે લખનૌની જીત થઈ હતી. પરંતુ હવે તો લખનૌની ટીમનું પણ પ્રદર્શન કંઈ ખાસ જોવા મળી રહ્યું નથી. જેના કારણે કોણ જીતશે તે કેહેવું મુશ્કેલ છે. આવો જાણીએ બંને ટીમના હેડ ટુ હેડ રેકોર્ડ.

હેડ ટુ હેડ રેકોર્ડ
મુંબઈ અને લખનૌ વચ્ચે 7 મેચ રમાઈ હતી. જેમાંથી 6 મેચમાં લખનૌની ટીમની જીત થઈ છે. MI એ 2022 પછી ક્યારેય LSG ને હરાવ્યું નથી. LSG એ છેલ્લા સતત ચાર મેચોમાં MI ને હરાવ્યું છે, જેમાં આ સિઝનની શરૂઆતમાં રમાયેલી મેચનો પણ સમાવેશ થાય છે. હવે જોવાનું રહ્યું કે આવનારી મેચમાં કંઈ ટીમની જીત થાય છે.

આ પણ વાંચો: ઈરાનના બંદર અબ્બાસમાં પ્રચંડ વિસ્ફોટ, 115 લોકો ઘાયલ,

લખનૌની ટીમ
આકાશ દીપ, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, આયુષ બદોની, મોહસીન ખાન, રિષભ પંત, નિકોલસ પૂરન, મયંક યાદવ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, મિશેલ માર્શ, શાહબાઝ અહેમદ, એડન માર્કરામ, શમર જોસેફ, એમ સિદ્ધાર્થ, મેથ્યુ બ્રિટ્ઝકે, અર્શિન સિંહ, યુવરાજ, પ્રિન્સ કુમાર, દ્વિરાજ, દ્વિગુણ સિંહ. ચૌધરી, આકાશ સિંહ, રાજવર્ધન હંગરગેકર, આર્યન જુયલ, હિંમત સિંહ

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ
સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર, મુજીબ ઉર રહેમાન, વિલ જેક્સ, અશ્વિની કુમાર,રોબિન મિંજ, નમન ધીર, રેયાન રિકલ્ટન, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, રીસ ટોપલી, ક્રિષ્નન શ્રીજીત, મિશેલ સનત, બેવના રાજવી, રાજવી રાજવી જેકોબ્સ, લિઝાડ વિલિયમ્સ, અર્જુન તેંડુલકર, વિગ્નેશ પુથુર.