જસપ્રીત બુમરાહની ફિટનેસને લઈને આવ્યું અપડેટ, MIના મુખ્ય કોચે આપી માહિતી

IPL 2025: મુંબઈની ટીમની એક પછી એક મેચમાં હાર થઈ રહી છે. અત્યાર સુધીમાં ટીમની 2 મેચમાં હાર મળી છે. ત્યારે મુંબઈની ટીમના ચાહકો આશા રાખી રહ્યા છે કે બુમરાહ હવે વાપસી કરે અને ટીમને જીવનદાન મળે. બુમરાહની કમી મેચમાં જોવા મળે છે. ત્યારે . MI ના મુખ્ય કોચ મહેલા જયવર્ધનેએ બુમરાહને લઈને અપડેટ આપ્યું છે.
આ પણ વાંચો: DC vs SRH: હૈદરાબાદી ખેલાડીઓ સામે કુલદીપે તરખાટ મચાવ્યો, બેટ્સમેનોને ઘૂંટણિયે પાડી દીધા
MI ના મુખ્ય કોચે બુમરાહની ફિટનેસ અંગે અપડેટ આપ્યું
મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ મહેલા જયવર્ધનેએ જસપ્રીત બુમરાહની ફિટનેસ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે બુમરાહની વાપસીની તારીખ હજુ ફાઈનલ થઈ નથી. પરંતુ એવો અંદાજ છે કે એપ્રિલના પહેલા અઠવાડિયામાં મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પમાં જોડાઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે 7 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં રમી શકે છે. તમને જણાવી દઈએ કે બુમરાહે અત્યાર સુધીમાં આઈપીએલમાં 165 વિકેટ લેવામાં સફળ રહ્યો છે.