ગુજરાતીઓ ચેતીજજો! કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ

Gujarat: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકાળી ગયા છે. ત્યારે હવે ગરમીને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપ્યું છે. જ્યારે કંડલા એરપોર્ટ પર રાજ્યનું સૌથી વધુ તાપમાન 43.8 નોંધાયું છે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં ગરમીને લઈ યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, કંડલા એરપોર્ટ પર રાજ્યનું સૌથી વધુ તાપમાન 43.8 નોંધાયું છે. ત્યારે
કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપ્યું છે. રાજકોટમાં 42.8 તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં 42.6, સુરેન્દ્રનગરમાં 42.5 , ડીસા અને ગાંધીનગરમાં 41.6 ડિગ્રી તાપમાન અને ભાવનગર 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો: IPL 2025: એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBએ નોંધાવ્યો શરમજનક રેકોર્ડ, દિલ્હીની ટીમને પણ છોડી પાછળ