હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં આગામી દિવસોમાં પડી શકે છે હળવો વરસાદ
ગુજરાત: છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ગરમીને લઇને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા. ત્યારે હવે હવામાન વિભાગે વરસાદને લઇને આગાહી કરી છે. ગરમી બાદ હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે આગામી દિવસોમાં હળવો વરસાદ પડી શકે છે. જે બાદ 4 દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દાહોદ, છોટાઉદેપુર અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે.
મળતી માહિતી અનુસાર હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે આગામી દિવસોમાં હળવો વરસાદ પડી શકે છે. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દાહોદ, છોટાઉદેપુર અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે. જે બાદ 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જ્યારે છટ્ઠા દિવસે ફરીથી હળવો વરસાદ પડશે. 7માં દિવસે પંચમહાલ, દાહોદ અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર વરસાદની આગાહી કરી છે. જોકે, આગામી દિવસોમાં તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય.
આ પણ વાંચો: દિલ્હી-યુપી સહિત 8 રાજ્યોમાં ગરમી યથાવત, ગુજરાતમાં હવામાન સૂકું રહેવાની શક્યતા
ઉલ્લેખનીય છે કે, વરસાદની આગાહી વચ્ચે અમદાવાદનું તાપમાન 42 ડીગ્રી, ગાંધીનગરનું 41.5 નોંધાયું છે. ગુજરાત રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે. તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો આગામી દિવસોમાં પ્રિ મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થશે.