January 15, 2025

2024ની ચૂંટણી અંગે માર્ક ઝુકરબર્ગની ટિપ્પણી મામલે મેટાને માંગવી પડી માફી

નવી દિલ્હી: સોશિયલ મીડિયા કંપની METAએ તેના CEO માર્ક ઝકરબર્ગના નિવેદન માટે માફી માંગી છે. ઝકરબર્ગે એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે કોરોના પછી વિશ્વના ઘણા દેશોમાં વર્તમાન સરકારો પડી ગઈ છે. ભારતની લોકસભા ચૂંટણીમાં પણ મોદી સરકાર હારી ગઈ હતી. આ સરકારોમાં જનતાનો ઘટતો વિશ્વાસ દર્શાવે છે.

મેટા ઈન્ડિયાએ ઝુકરબર્ગના નિવેદન માટે માફી માંગી
2024ની ચૂંટણીને લઈને માર્ક ઝકરબર્ગની ટિપ્પણીઓ પર મેટા બેકફૂટ પર આવી આ મામલે માફી માંગી છે. કંપનીએ કહ્યું કે અજાણતા થયેલી ભૂલ માટે અમે માફી માંગીએ છીએ. મેટા ઈન્ડિયામાં પબ્લિક પોલિસીના ડિરેક્ટર તરીકે કામ કરતા શિવનાથ ઠાકુરાલે ટ્વિટર પર એક પોસ્ટમાં સીઈઓ વતી માફી માંગી છે. તેમણે કહ્યું, ‘માર્કનું નિવેદન કે ઘણા વર્તમાન પક્ષો 2024ની ચૂંટણીમાં ફરીથી ચૂંટાયા નથી, ઘણા દેશો માટે સાચું છે, પરંતુ ભારતમાં આવું નથી. આ અજાણતા ભૂલ માટે અમે માફી માંગીએ છીએ. META માટે ભારત અવિશ્વસનીય રીતે મહત્વપૂર્ણ દેશ છે અને અમે તેના ઉજ્જવળ ભવિષ્યના કેન્દ્રમાં રહેવાની આશા રાખીએ છીએ.’

અશ્વિની વૈષ્ણવે શું કહ્યું?
વૈષ્ણવે ‘X’ પરની એક પોસ્ટમાં કહ્યું કે, વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ભારતે 2024માં લોકસભા ચૂંટણીઓનું આયોજન કર્યું. તેમાં 64 કરોડથી વધુ મતદારોએ ભાગ લીધો હતો. દેશની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેને સતત ત્રીજી વખત તેમને ચૂંટ્યા છે.

આ પ્રકારનું નિવેદન દેશની છબીને ખરડે છે
આ મામલે કોમ્યુનિકેશન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પરની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું કે, મેટાએ ખોટી માહિતી ફેલાવવા બદલ માફી માંગવી પડશે. નહિતર અમારી સમિતિ તેમને માનહાનિની ​​નોટિસ મોકલશે અને આ ખોટી માહિતી પર મેટાને બોલાવશે. આ પ્રકારનું નિવેદન કોઈપણ લોકતાંત્રિક દેશ વિશે ખોટી માહિતી દેશની છબીને ખરડે છે.

માહિતી અને પ્રસારણ મંત્રીએ કહ્યું કે ઝકરબર્ગનો દાવો કે ભારત સહિત મોટાભાગની વર્તમાન સરકારોએ કોવિડ રોગચાળા પછી 2024ની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો, તે હકીકતમાં ખોટો છે