July 4, 2024

Meridian X સ્પેશિયલ એડિશન SUV લોન્ચ, ફીચર્સ જાણીને તમે પણ ફિદા થઇ જશો

Meridian X:  જીપ મેરિડીયન સ્લીક બોડી કલર્ડ લોઅર, ગ્રે રૂફ અને એલોય વ્હીલ્સ સાથે ગ્રે પોકેટ્સ અને અન્ય ઘણી સુવિધાઓથી સજ્જ નવી કાર લૉંચ કરી છે. જે આવનારા દિવસોમાં ઘણી કાર સાથે સ્પર્ધા કરી શકે છે. આ SUVમાં વધુ સારા ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ માટે ઘણા ફેરફાર ફીચર્સ આપવામાં આવ્યા છે. જેમાં સાઇડ મોલ્ડિંગ, પુડલ લેમ્પ્સ, પ્રોગ્રામેબલ એમ્બિયન્ટ લાઇટિંગ, સનશેડ્સ, એર પ્યુરિફાયર, વગેરેનો સમાવેશ થાય છે. ડેશબોર્ડ કેમેરા, પ્રીમિયમ કાર્પેટ મેટ્સ અને વૈકલ્પિક રીઅર સીટ મનોરંજન પેકેજ હાઇલાઇટ્સ છે. ખાસ વાત તો એ છે કે, સમગ્ર કાર સેન્સર્સથી સજ્જ છે.

લાખ રૂપિયાથી શરૂ
ભારતમાં Jeep Meridian SUVની એક્સ-શોરૂમ કિંમત 29.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જીપ મેરિડીયન એક્સ સ્પેશિયલ એડિશનનું બુકિંગ દેશભરની જીપ ડીલરશીપ પર શરૂ થઈ ગયું છે. એન્જિન પાવર અને ફીચર્સ વિશે વાત કરીએ તો, આ ફુલ-સાઇઝ SUVમાં 1956 ccનું એન્જિન છે, જે 172.35 bhpનો મહત્તમ પાવર અને 350 ન્યૂટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ 7 સીટર 4 વ્હીલ ડ્રાઈવ અને ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ ડ્રાઈવટ્રેન ઓપ્શનમાં આવે છે. કંપનીના દાવા પ્રમાણે, જીપ મેરિડીયનની માઈલેજ 15.7 કિલોમીટર પ્રતિ લીટર સુધી છે. મેરિડીયન માત્ર 10.8 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે એમ છે. તેની ટોપ સ્પીડ 198 કિમી પ્રતિ કલાક છે.

આ પણ વાંચો: ભારતીય અબજોપતિએ ખરીદી ઈલેક્ટ્રિક ઓટો રિક્ષા, કિંમત માત્ર 4 લાખ

અમારી તૈયારીઓને દર્શાવે
જીપ મેરિડીયન સ્પેશિયલ એડિશન મેરિડિયનના લોન્ચિંગ સમયે વાત કરતા જીપ ઈન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર કુમાર પ્રિયેશે જણાવ્યું હતું કે, “મેરિડિયન નવીનતા અને શ્રેષ્ઠતા માટે અમારી તૈયારીઓને દર્શાવે છે. આ પ્રતિબદ્ધતા તેના ઉત્પાદનો દ્વારા ગ્રાહકોને ઉત્તમ સેલ્ફ ડ્રાઈવ માટે નવી ઊંચાઈ આપી શકે એમ છે. હવે ઘણી બધી એક્સેસરીઝ ઓફર કરીને, અમે ગ્રાહકોને મેરિડિયનના દ્વિ વ્યક્તિત્વનો પરિચય કરાવી રહ્યા છીએ, જેમાં શહેરની સવારી તેમજ સાહસિક ઑફ-રોડનો સમાવેશ થાય છે.