December 17, 2024

ઉંઝા APMC ચૂંટણીમાં દિનેશભાઈ જૂથનો ભવ્ય વિજય, 140 વોટ મળ્યાં

મહેસાણાઃ ઉંઝા APMC ચૂંટણીમાં મતગણતરી યોજવામાં આવી છે. જેમાં દિનેશભાઈ જૂથનો ભવ્ય વિજય થયો છે. ખેડૂત પેનલમાં 175માંથી 140 વોટ મેળવી દિનેશભાઈ જૂથે જીત મેળવી છે.

6 રાઉન્ડના અંતે 175 મતની ગણતરી કરવામાં આવી હતી. કુલ મત 257 નોંધાયા છે અને 13 મત રદ કરવામાં આવ્યા છે. ખેડૂત પેનલ વિજયી થતા કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી.

વિજેતા થયેલા ઉમેદવારોના નામની યાદી

દિનેશ પટેલ – ઉમેદવાર

  1. અંબાલાલભાઈ પટેલ – બીજેપી મેન્ડેટ
  2. કનુભાઈ પટેલ – બીજેપી મેન્ડેટ
  3. જેન્તીભાઇ પટેલ
  4. ધીરેનભાઈ પટેલ – બીજેપી મેન્ડેટ
  5. બળદેવભાઈ પટેલ
  6. શૈલેષભાઈ પટેલ
  7. લીલાભાઈ પટેલ
  8. પ્રહલાદભાઈ પટેલ – બીજેપી મેન્ડેટ
  9. રાજેન્દ્રભાઈ પટેલ
  10. ભગાભાઈ પટેલ – બીજેપી મેન્ડેટ