મહેસાણા હવે બે ઝોનમાં, મહેસાણા 1 અને મહેસાણા 2 એમ બે ઝોન ઓફીસ કાર્યરત
Mehsana News: મહેસાણા હવે બે ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. મહેસાણા 1 અને મહેસાણા 2 એમ બે ઝોન ઓફીસ કાર્યરત કરવામાં આવશે. રાધનપુર રોડ ઉપર નવી ઝોન ઓફીસ કાર્યરત થશે.નાગરિકોને ઝોન ઓફિસમાં તમામ બેઝિક સુવિધા ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો: કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર, દિલ્હીના વિદ્યાર્થીઓ માટે કહી આ વાત
મનપા કચેરી સુધી આવવું નહીં પડે
ઝોન ઓફીસ બનતા નાગરિકોએ બેઝિક સુવિધા માટે મનપા કચેરી સુધી આવવું નહીં પડે. 11 વોર્ડ વાઇઝ તમામ વોર્ડમાં પણ બેઝિક જન સુવિધા કેન્દ્ર શરૂ થશે. મનપામાં સામેલ કરાયેલા ગ્રામ્ય વિસ્તારમાં પણ બેઝિક સુવિધા કેન્દ્ર કાર્યરત થશે. મહેસાણા શહેરમાં હાલમાં સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.મહાનગરપાલિકાનો પ્રથમ ઉદ્દેશ્ય શહેરને સ્વચ્છ કરવાનો છે.