દીકરાની વિદેશ જવાની ઘેલછા: એજન્ટની કડક ઉઘરાણીથી કંટાળી પિતાએ ગટગટાવ્યું એસિડ

Mehsana: વિદેશ જવાની ઘેલછામાં ક્યારેક પરિવારને જીવ ગુમાવવાની નોબત આવે છે, આવું જ કંઈક થયું છે ગોજારીયા ગામમાં… મહેસાણાના ગોજારીયામાં દીકરાને વિદેશ મોકલ્યા બાદ બાકી રહેલા નાણાંની કડક ઉઘરાણીથી કંટાળી જઈને એક પિતાએ આપઘાત કરી લીધો છે…

મળતી માહિતી અનુસાર 60 વર્ષીય કૌશિક પંચોલી નામના વ્યક્તિએ તેમના દીકરાને વિદેશ મોકલ્યો હતો. દીકરો વિદેશ પહોંચી ગયા બાદ બાકી રહેલા નાણાંની એજન્ટ દ્વારા કડક ઉઘરાણી કરવામાં આવતી હતી. તો ઘરે આવીને પણ ખરાબ વર્તન કરવામાં આવતું હતું. એજન્ટોના ત્રાસને કારણે કૌશિક પંચોલી નામના 60 વર્ષીય વ્યક્તિએ એસિડ ગટગટાવી લેતા મોત નીપજ્યું છે. આ મામલે અમદાવાદના ત્રણ એજન્ટ ગૌરવ મોદી, કમલેશ પટેલ અને ચિરાગ પટેલ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો: IPL 2025નો સૌથી સસ્તો કેપ્ટન બન્યો આ ખેલાડી, ફક્ત મળ્યા આટલા પૈસા