February 21, 2025

મહેસાણાના થ્રિડી ઇનોવેશન સેન્ટરમાં થશે 30 મિનિટમાં સપનું સાકાર!

મહેસાણાઃ માણસ કલ્પના કરે અને તે વસ્તુ બની જાય તો… છે ને ગજ્જબનો વિચાર. માણસ મગજમાં વિચારે અને તે વસ્તુ માત્ર 30 મિનિટમાં જ હકીકતમાં બનાવી શકાય તેવું મશીન ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ થ્રિડી ઇનોવેશન મશીન માણસના સ્વપ્નને હકીકત બનાવશે.

6 રાજ્યના ઉદ્યોગકારો માટે મહેસાણામાં થ્રિડી ઇનોવેશન સેન્ટર શરૂ કરવામાં આવશે. કોઈપણ ડિઝાઇન કોઈપણ પ્રોડક્ટ ડાઈ વગર હવે માત્ર 30 મિનિટમાં બની શકશે. મેડિકલ ક્ષેત્રે પણ આ ટેક્નોલોજી ક્રાંતિ લાવશે.

ઓર્થોપેડિક ડોક્ટરને જેવો જોઇન્ટ જોઈએ તેવો જોઇન્ટ મશીન બનાવી આપશે. 6 રાજ્યમાં એકમાત્ર આ મશીન મહેસાણામાં જ છે. કેન્દ્ર સરકારના આઈટી વિભાગ દ્વારા મહેસાણાના ગણપત વિદ્યાનગર ખાતે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

સમગ્ર ભારતભરમાં સૌથી મોટું અને સૌથી એડવાન્સ ટેક્નોલોજીવાળું મશીન મહેસાણામાં મૂકવામાં આવ્યું છે. વેસ્ટ પ્રોડક્ટમાંથી મશીન નવી ડિઝાઇન બનાવશે.