નકલી નાયબ મામલતદાર બની રોફ જમાવવો ભારે પડ્યો, મહેમદાવાદ કોર્ટે ફટકારી સજા

ખેડા: 16 ઓક્ટોબર 2013 રોજ બકરી ઈદના દિવસે મહેમદાવાદ પોલીસને બાતમી મળી હતી. નાયબ મામલતદાર ન હોવા છતાં પોતાની ગાડી પર આગળ અને પાછળ નાયબ મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ લખાવ્યું હતું. પોલીસે ગાડી ઉભી રખાવી પૂછપરછ કરતા નાયબ મામલતદારની ઓળખ આપી હતી. બાવળા ખાતે નાયબ મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ હોવાની ઓળખ આપી હતી.

પોલીસે તપાસ કરતા બાવળા ખાતે મહેન્દ્ર અંબાલાલ લિંબચીયા નામની કોઈપણ વ્યક્તિ ફરજ બજાવતી ન હોવાનું સામે આવ્યુ હતું. પોલીસને તપાસ દરમિયાન આ શખ્સ સમાજમાં પણ નાયબ મામલતદારની ઓળખ આપતો હતો તેવી માહિતી જાણવા મળી હતી. મહેમદાવાદ પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો.

નકલી નાયબ મામલતદારને મહેમદાવાદ કોર્ટ દ્વારા સજા ફટકારાઈ છે. નકલી નાયબ મામલતદાર મહેન્દ્ર લિંબચીયાને એક હજારનો દંડ અને એક વર્ષની સજા ફટકારી છે. નકલી નાયબ મામલતદાર બની રોફ જમાવવો ભારે પડ્યો છે.