December 18, 2024

ગાંધીનગર રૂપાલાના નિવાસસ્થાને ગૃહમંત્રી અને બીજેપી મહામંત્રીએ કરી બેઠક

મલ્હાર વોરા, ગાંધીનગર: રાજકોટ લોકસભાની બેઠકના બીજેપી પક્ષના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનનો દિન પ્રતિદિન વિરોધ તેજ થતો જાય છે. રૂપાલા આજે બોપરે દિલ્હીથી સીધા ગાંધીનગર તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા ત્યારબાદ રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત બીજેપી પ્રદેશ મહામંત્રી રત્નાકર પણ રૂપાલાના નિવાસસ્થાને પહોચ્યા હતા. પરશોત્તમ રૂપાલાના નિવાસસ્થાને આ ત્રણેય નેતાઓ વચ્ચે બંધ બારણ બેઠક કરી હતી.

તાજેતરમાં રાજકોટ ખાતે એક જાહેર કાર્યકમમાં પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજના વિરુદ્ધ નિવેદન કરતા સમગ્ર રાજ્યમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે, જોકે આ હોબળા વચ્ચે રૂપાલા દિલ્હી ખાતે ગયા હતા અને દિલ્હી બેઠકમાં હાજરી આપીને પરત આજે દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ ગાંધીનગર તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. રૂપાલા નિવાસસ્થાને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને બીજેપીના ગુજરાત મહામંત્રી રત્નાકર મળવા પોચ્ચયા હતાં, જો કે બંધ બારણે આ બેઠક 45 મિનિટ સુધી ચાલી હતી.

બેઠક પૂર્ણ કર્યા બાદ રત્નાકરજી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ કશું પણ કહેવાનો ઇનકાર કરીને રૂપાલાના નિવાસસ્થાને રવાના થયા હતા ત્યારબાદ થોડીકવારમાં જ રૂપાલા પણ ગાંધીનગરથી રાજકોટ જવા રવાના થયા હતા. રૂપાલા રાજકોટ જવાના હતા ત્યારે તેમને બેઠક વિશે કશું પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને મીડિયા સમક્ષ માત્ર એટલું જણાવ્યું તું કે તેવો રાજકોટ પોતાના પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે.