September 14, 2024

મનુષ્યો માટે જીવલેણ 150થી વધુ દવાઓ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

Medicine Banned: કેન્દ્ર સરકારે ગુરુવારે 156 ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આમાં એન્ટિબાયોટિક્સ, પીડા રાહત અને મલ્ટીવિટામીન દવાઓનો સમાવેશ થાય છે. તપાસમાં જાણવા મળ્યું કે આ દવાઓ સ્વાસ્થ્ય માટે જોખમી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતા નોટિફિકેશન બહાર પાડ્યું છે.

નિષ્ણાતોની સલાહ બાદ લેવાયો નિર્ણય
પ્રતિબંધિત FDC દવાઓમાં એન્ટિબાયોટિક્સ, એન્ટિ-એલર્જિક્સ, પેઇનકિલર્સ, મલ્ટીવિટામિન્સ અને તાવ અને હાઈ બ્લડ પ્રેશર માટેની દવાઓનો સમાવેશ થાય છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય ડ્રગ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ (DTAB) અને કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ નિષ્ણાત સમિતિની ભલામણો બાદ લેવામાં આવ્યો છે.

દવાઓમાં ઉમેરાતા કેમિકલ્સનું નથી કોઈ તબીબી સમર્થન
કેન્દ્ર સરકાર અને DTAB દ્વારા નિયુક્ત નિષ્ણાત સમિતિ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી હતી. જેમાં, બંને સંસ્થાઓએ ભલામણ કરી હતી કે FDCમાં ઉમેરવામાં આવેલા કેમિકલ માટે કોઈ તબીબી સમર્થન નથી.

મેફેનામિક એસિડ અને પેરાસિટામોલ ઈન્જેક્શન પર પ્રતિબંધ
સરકાર દ્વારા જે દવાઓ પર પ્રતિબંધ લગાવ્યા આવ્યો છે તે FDC દવાઓની લિસ્ટમાં મેફેનામિક એસિડ પણ સામેલ છે. આ દવાઓનો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓમાં દુખાવો અને સોજો ઘટાડવા માટે થાય છે. Omeprazole મેગ્નેશિયમ અને dicyclomine HClનો પૂરક ડોઝ તરીકે ઉપયોગ પેટના દુખાવાની સારવાર માટે થાય છે.

આ પણ વાંચો: રાજ્ય સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત, જાણો કેટલી સહાય મળશે

ફેટી લિવરની સારવાર માટેની દવાઓ પર પણ પ્રતિબંધ
અન્ય FDCની લિસ્ટમાં Ursodeoxycholic acid અને Metformin HCl ના સંયોજનનો સમાવેશ થાય છે. તેનો ઉપયોગ ડાયાબિટીસથી પીડિત લોકોમાં ફેટી લીવરની સારવાર માટે થાય છે. પોવિડોન આયોડિન, મેટ્રોનીડાઝોલ અને એલો સપ્લીમેન્ટ્સનો ઉપયોગ ત્વચાના ચેપને રોકવા અને સારવાર માટે થાય છે.

આ દવાઓ પર પણ લાગ્યો પ્રતિબંધ
Ursodeoxycholic Acid અને Metformin HCl FDCs ની મુખ્ય બ્રાન્ડ્સમાં Aris Lifesciences દ્વારા ઉત્પાદિત Heprexa M ટેબલેટનો સમાવેશ થાય છે. મેક્સુન બાયોટેકના મેકડીન એએમ ઓઈન્ટમેન્ટ અને મેડક્યોર ફાર્માના પોવિઓલ એમ ઓઈન્ટમેન્ટ એ પોવિડોન આયોડિન, મેટ્રોનીડાઝોલ અને એલોના સંયુક્ત ડોઝના સામાન્ય રીતે ઉપલબ્ધ ઉદાહરણો છે.

DTABએ આ દવાઓના દાવાઓ ખોટા જણાયા
મંત્રાલયે જણાવ્યું હતું કે આ FDCનો ઉપયોગ લોકોના મોટા પ્રમાણમાં જોખમમાં મૂકે તેવી શક્યતા છે, જ્યારે, દવાના સુરક્ષિત વિકલ્પો ઉપલબ્ધ છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે DTBAને આ દવાઓના દાવાઓ સાચા જણાયા નથી અને નિર્ણય લીધો કે તેનાથી દર્દીને થતાં ફેડ કરતાં નુકસાન વધારે પહોંચાડે છે. તો સાથે સાથે, મંત્રાલયે જણાવ્યું કે એટલે જ જાહેર હિતમાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940ની કલમ 26A હેઠળ આ FDCના ઉત્પાદન, વેચાણ અથવા વિતરણ પર પ્રતિબંધ મૂકવો જરૂરી બની ગયો છે.