બંગાળમાં મેડિકલ સ્ટાફ ખુશખુશાલ, CM મમતાએ તેમના પગારમાં કર્યો મોટો વધારો

Bengal Doctors Salary Increase: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મેડિકલ સ્ટાફના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અમે અગાઉ સિનિયર અને જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરોના પગારમાં વધારો કર્યો હતો, પરંતુ હવે વધુ સુધારાની જરૂર છે, તેથી અમે તમામ સ્તરે સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરોના પગારમાં 15,000 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
ડિપ્લોમા ધરાવતા સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને હવે રૂ. 65,000ને બદલે રૂ. 80,000 મળશે, જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને રૂ. 70,000ને બદલે રૂ. 85,000 મળશે. વધુમાં, પોસ્ટ-ડોક્ટરેટ સિનિયર ડોક્ટરોનો પગાર 75,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવશે. આ સાથે, મમતા બેનર્જીએ તમામ ઇન્ટર્ન, હાઉસ સ્ટાફ, પોસ્ટ-ગ્રેજ્યુએટ તાલીમાર્થીઓ અને પોસ્ટ-ડોક્ટરલ તાલીમાર્થીઓ માટે 10,000 રૂપિયાના પગાર વધારાની જાહેરાત કરી છે.