LSG vs MI: મયંક યાદવની ઈજા કેટલી ગંભીર?

IPL 2024: લખનૌ સુપરજાયન્ટ્સના ફાસ્ટ બોલર મયંક યાદવે મેદાનમાં ફરી વાપસી કરી હતી. પરંતુ અફસોસ તે ફરી વાર ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તેને મેદાન છોડીને જવાનો વારો આવ્યો હતો. મંયકે મુંબઈ ઈન્ડિયન્સ સામે 3.1 ઓવરમાં 31 રન આપીને એક વિકેટ લીધી હતી.

ઈજાને લઈને મોટું અપડેટ
મયંક યાદવે પાંચ મેચ બાદ મેદાનમાં વાપસી કરી હતી. પરંતુ તે મેદાનમાં ફરી ઈજાગ્રસ્ત થયો હતો અને મેદાન છોડવાનો વારો આવ્યો હતો. મયંક યાદવે મુંબઈ ઈન્ડિયન્સ સામે 3.1 ઓવરમાં 31 રન આપીને એક વિકેટ લીધી હતી. ત્યારે હવે મંયક યાદવની ઈજાને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. લખનૌ સુપરજાયન્ટ્સના મુખ્ય કોચ જસ્ટિન લેંગરે મંયકને લઈને નિવેદન આપ્યું હતું. લેંગરે કહ્યું કે યોગ્ય રિહેબમાંથી પસાર થવા છતાં તે ફરી ઈજાગ્રસ્ત થયો છે. લેંગરે એમ પણ કહ્યું કે મયંક યાદવનું સ્કેન કરાવવું પડશે. મયંકના પેટના ભાગમાં સોજો થયો છે. જે બાદ તે મેદાનમાંથી બહાર જતો રહ્યો હતો.

આ પણ વાંચો: રોહિત શર્મા પાસે સુવર્ણ તક, વર્લ્ડકપ ટીમના તમામ ખેલાડીઓના નામે રેકોર્ડ

લેંગરે શું કહ્યું
છેલ્લા કેટલાક અઠવાડિયાથી તે પીડા વગર બોલિંગ કરી રહ્યો હતો. તે સારી સ્થિતિમાં હોય તેવું લાગતું હતું. તેનું સ્કેનિંગ કરવામાં આવશે, જે તેની આગળની સ્થિતિ જાહેર કરશે.લખનૌ સુપરજાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ખુલાસો કર્યો હતો. જેમાં તેણે કહ્યું કે મયંક યાદવે ચોથી ઓવરના પ્રથમ બોલ પછી અસ્વસ્થતાની વાત કરી હતી. રાહુલે વધુમાં કહ્યું કે હજુ સુધી મયંક સાથે વાત કરી નથી. મને લાગ્યું કે જોખમ લેવાની જરૂર નથી. તે હજુ પણ યુવા ખેલાડી છે. આ મેચ દરમિયાન તેણે જણાવ્યું કે ઝડપી બોલ ફેંકવા સિવાય તેની પાસે અન્ય શૈલીઓ પણ છે. તે જેટલું વધારે રમશે, તેટલું જ તે શીખશે કે ક્યારે અને કેવી રીતે બોલિંગ કરવી. મયંક યાદવે IPL 2024માં અત્યાર સુધી 3 મેચ રમી છે. જેમાં તેણે 6 વિકેટ લીધી છે.