ધુમ્મસ… ધુમાડો અને પ્રદુષણની ઝપેટમાં માયાનગરી, મુંબઈમાં પણ પ્રદુષણનો કહેર
Mumbai: દેશમાં વધતી ઠંડીની સાથે પ્રદુષણનો કહેર પણ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સાથે મુંબઈ પણ પ્રદૂષણના કહેરનો સામનો કરી રહ્યું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, ધુમ્મસના પાતળા સ્તરે મુંબઈ શહેરના ઘણા ભાગોને આવરી લીધા છે કારણ કે અહીંની હવાની ગુણવત્તા ‘મધ્યમ’ શ્રેણીમાં છે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં પણ મુંબઈમાં ધુમ્મસ હતું. મુંબઈગરાઓ માટે આજે સવારની શરૂઆત ગાઢ ધુમ્મસ સાથે થઈ હતી. જેની વિઝિબિલિટી પર પણ અસર પડી રહી છે. નરીમાન પોઈન્ટ અને મુંબઈના અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકો ધુમ્મસ વચ્ચે મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા હતા.
#WATCH | Maharashtra: A thin layer of smog covered several parts of Mumbai city as the air quality in various areas is in the 'Moderate' category, as per the Central Pollution Control Board.
(Visuals from Bandra Reclamation) pic.twitter.com/lgHqQcMhH8
— ANI (@ANI) December 18, 2024
વાહનોમાંથી નીકળતો હાનિકારક ધુમાડો અને રસ્તાની ધૂળ મુંબઈની ઝેરી હવા માટે જવાબદાર છે. એવું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. મુંબઈમાં બે દાયકામાં વાહનોની સંખ્યામાં લગભગ ત્રણસો ટકાનો વધારો થયો છે. આમાં, 35% વાહનો 15 વર્ષથી જૂની શ્રેણીમાં છે, જે વાહનોમાંથી PM10 ઉત્સર્જનનું 49% ઉત્સર્જન કરે છે તેવું આંતરરાષ્ટ્રીય મેગેઝિન અર્બન ક્લાઈમેટમાં પ્રકાશિત થયેલા આ નવા અભ્યાસમાં સ્પષ્ટ થયું છે. કે PM10 ઉત્સર્જનના 19.6% પરિવહન %, રસ્તા પરથી ઉડતી ધૂળ 19.4%, ઉદ્યોગ 18%, ઘન કચરો 13.8%, બાંધકામ 6.3% અને ઝૂંપડપટ્ટી. 5.2% હવા પ્રદૂષિત છે.
આ પણ વાંચો: એલર્ટ! દિલ્હીમાં કકડતી ઠંડી તો હિમાચલમાં કોલ્ડવેવ… તમિલનાડુમાં વાવાઝોડાની આગાહી
વાયુ પ્રદૂષણ પર લેન્સેટ રિપોર્ટ શું કહે છે?
રિપોર્ટ અનુસાર, 2008 અને 2019 ની વચ્ચે દિલ્હી, મુંબઈ, પુણે, અમદાવાદ, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા, શિમલા, ચેન્નાઈ અને વારાણસી સહિત દેશના 10 શહેરોમાં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે આ શહેરોમાં ખરાબ હવાના કારણે 33 હજાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. અભ્યાસમાં એ પણ સામે આવ્યું છે કે દેશમાં વર્તમાન હવાની ગુણવત્તા અને વાયુ પ્રદૂષણ સ્તર ધોરણોથી નીચે છે અને દૈનિક મૃત્યુ દર પણ વધે છે. દેશના 10 શહેરોમાં દર વર્ષે 33 હજાર મૃત્યુ વાયુ પ્રદૂષણના સ્તરને કારણે થઈ શકે છે, જે WHO માર્ગદર્શિકાથી ઉપર છે.