જનાજાની નમાઝમાં દેખાતો મૌલવી આતંકવાદી નીકળ્યો, પાકિસ્તાન સેના તેને સંબંધી ગણાવીને મુશ્કેલીમાં મુકાઈ

Terrorist Hafiz Abdur Rauf: ભારતના ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાન અને પીઓકેમાં એર સ્ટ્રાઈક પછી એક ફોટો વાયરલ થયો હતો. આ ફોટોમાં જોઈ શકાય છે કે એક મૌલવી જનાજાની નમાઝ અદા કરી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મૌલવી હાફિઝ અબ્દુલ રૌફ છે. જેને અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યો છે. બીજી બાજૂ પાકિસ્તાન સેનાએ આ હાફિઝે આતંકવાદી નહીં પણ સંબંધી ગણાવ્યો છે.
આ પણ વાંચો: IPL 2025 મુલતવી રાખવાથી RCBને સૌથી મોટો ફાયદો થયો
અમેરિકાએ તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો
DG ISPRએ પોતાના દાવાને સાબિત કરવા માટે પોતાનું રાષ્ટ્રીય ઓળખપત્ર પણ શેર હોવાનું સામે આવ્યું છે. તે ફ્કત સામાન્ય એક પક્ષ કાર્યકર છે. પરંતુ તપાસ કરતા સામે આવ્યું કે આ ઓળખપત્રમાં જે નામ લખવામાં આવ્યું છે અને જે જન્મ તારીખ લખવામાં આવી છે તે વ્યક્તિ હાફિઝ અબ્દુલ રૌફ જેવો જ છે, જેને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી (OFAC) દ્વારા ખાસ નિયુક્ત વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરવામાં આવ્યો છે.