November 25, 2024

મનુ ભાકરે કર્યો ખુલાસો, ઓલિમ્પિક મેડલ લક્ષ્ય હતું અને ગીતાનું જ્ઞાન મનમાં

Olympic Games Paris 2024: ભારતીય શૂટર મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઓલિમ્પિક શૂટિંગમાં ભારતના 12 વર્ષ પછી મેડલ મેળવ્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે આ પહેલો મેડલ પણ છે. મનુ ભાકર ઓલિમ્પિકમાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા શૂટર છે. ભારતે 12 વર્ષ બાદ શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીત્યો છે. મનુ ભાકરે જીત બાદ પ્રધાનમંત્રી મોદી સાથે વાત પણ કરી હતી. આ બાદ તેમણે મીડિયા સાથેની વાતમાં 22 વર્ષની મનુએ ખુલાસો કર્યો કે તેણે ભગવદ ગીતા ઘણી વાંચી છે. તેમણે કહ્યું કે જ્યારે મેડલ નિશાના પર હતો ત્યારે તેમના મનમાં ગીતાનું જ્ઞાન હતું.

મનુએ શું કર્યો ખુલાસો
મનુએ કહ્યું, “મેડલ જીત્યા પછી મને ખૂબ સારું લાગે છે. ભારત લાંબા સમયથી આ મેડલની રાહ જોઈ રહ્યું હતું. હું તેને મેળવવા માટે તૈયાર હતી. જોકે ભારત ઘણા મેડલ મેળવવા પાત્ર છે. અમે આ વખતે વધુને વધુ સ્પર્ધાઓની રાહ જોઈ રહ્યા છીએ. અને સમગ્ર ટીમે ખૂબ જ મહેનત કરી છે. મારા માટે વ્યક્તિગત રીતે, આ લાગણી ખરેખર એક સ્વપ્ન જેવી છે. મને લાગે છે કે મેં સારું કામ કર્યું છે. મેં ખૂબ જ પ્રયત્ન કર્યો અને અંત સુધી મારી બધી શક્તિ સાથે લડતી રહી હતી. પરંતુ હું ખરેખર આભારી છું કે હું ભારત માટે કાંસ્ય જીતી શક્યો, કદાચ આગલી વખતે તે વધુ સારું રહેશે.

આ પણ વાંચો: India W VS Pakistan W મેચમાં પીચ આવી હશે, મહામુકાબલાનું કાઉન્ટડાઉન શરૂ

ગીતા વાંચી છે
તેણે વધુમાં કહ્યું કે “સાચું કહું તો મેં ઘણી બધી ગીતા વાંચી છે. પરિણામની ચિંતા ન હતી. તમારા નિયંત્રણમાં હોય તે કરો અને બાકીનું છોડી દો. ભાગ્ય ગમે તે હોય તેના વિશે વિચારવાનું રહેવા દો. તેથી જ ગીતામાં કહેવામાં આવ્યું છે કે પરિણામ પર નહીં પણ ક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવા કરો. તેથી મારા મગજમાં આટલું જ ચાલી રહ્યું હતું. આવી સ્થિતિમાં મેં વિચાર્યું કે, ‘બસ તમારું કામ કર, બાકી બધું છોડી દે.’હું મારા કોચ જસપાલ સર, મારા સ્પોન્સર્સ OGQ અને મારા કોચનો આભાર માનું છું.”