પૂર્વ પીએમના નિધન પર નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘મનમોહન સિંહનું જીવન હંમેશા પાઠ શીખવશે

Narendra Modi: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનથી સમગ્ર દેશ શોકમાં જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. આ સમયે તેમણે તેમના જીવનને પણ યાદ કર્યું હતું. તેમના નિવાસસ્થાને પહોંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મોદીએ કહ્યું કે હું તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. તેમણે એમ પણ કહ્યું કે મનમોહન સિંહે દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યો છે.

મનમોહન સિંહનું જીવન હંમેશા પાઠ શીખવશે
પીએમ મોદીએ કહ્યું કે ‘મનમોહન સિંહનું જીવન તેમની ઈમાનદારી અને સાદગીનું પ્રતિબિંબ હતું. તેમનું જીવન હમેંશા પાઠ શીખવશે. ગુરુવારની રાતે જેવા સમાચાર આવ્યા કે મનમોહન સિંહનું નિધન થયું છે ત્યારે જે પીએમ મોદીએ એક ભાવનાત્મક સંદેશ સોશિયલ મીડિયામાં લખ્યો હતો. તેમણે લખ્યું કે તેઓ નાણાપ્રધાનની સાથે અનેક હોદ્દા પર રહ્યા હતા. આપણા વડાપ્રધાન તરીકે, તેમણે લોકોના જીવનને સુધારવા માટે ઘણા પ્રયાસો કર્યા છે. કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તમામ કાર્યક્રમો 7 દિવસના કેન્સલ કરવામાં આવ્યા છે.