મનમોહન સિંહે વડાપ્રધાન તરીકે છેલ્લી વખત મીડિયાને શું કહ્યું હતું?
Manmohan Singh: ડૉ.મનમોહન સિંહ હવે આપણી વચ્ચે રહ્યા નથી. 3 જાન્યુઆરી, 2014 ના રોજ તેમણે છેલ્લી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ સમયે તેમને પૂછવામાં આવ્યું હતું કે તમે તમારા નેતાને કાબૂમાં રાખી શકતા નથી. આ સમયે તમારી વાત ન સાંભળી અને તમે ચૂપ રહ્યા? જેના જવાબમાં તેમણે કહ્યું કે ‘હું માનું છું કે ઈતિહાસ મારા માટે વર્તમાન મીડિયા કરતાં વધુ દયાળુ હશે. તમે જાણો છો કે ગઠબંધનની પણ મજબૂરીઓ હોય છે.
આ પણ વાંચો: વાહનોની ખરીદીમાં આ રાજ્ય બન્યું નંબર વન, કેન્દ્રશાસિત પ્રદેશો પણ રહી ગયા પાછળ
મોડી રાત્રે લીધા અંતિમ શ્વાસ
92 વર્ષીય પૂર્વ વડાપ્રધાને ગુરુવારે મોડી રાતે છેલ્લા શ્વાસ લીધા હતા. 8.06 વાગ્યાની આસપાસ તેઓને AIIMSમાં લાવવામાં આવ્યા હતા. તમામ પ્રયાસો કર્યા પછી પણ તેમને બચાવી શકાયા ના હતા. 9.51 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પૂર્વ પીએમના નિધન પર લોકો સોશિયલ મીડિયા પર પણ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કોઈએ લખ્યું કે “તમે તમારા શાંત સ્વભાવથી દેશ જીત્યો!