કોંગ્રેસનાં કાંગરા ખરી પડ્યાં! વધુ એક ધારાસભ્યનું રાજીનામુ
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના ગઢમાં વધુ એક ગાબડું પડ્યું છે. સૌરાષ્ટ્ર ઝોનમાંથી કોંગ્રેસના સૂંપડા સાફ થઈ ગયા છે. ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામુ આપ્યું છે. માણાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપ્યું છે. સાંજે 4.30 વાગ્યે વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ સોંપ્યું છે.
ગઈકાલે બે કોંગ્રેસની નેતા ભાજપમાં જોડાયા
કોંગ્રેસના મોટા નેતા અંબરિશ ડેર ગઈકાલે ભાજપમાં જોડાઈ ગયા છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હાથે તેમણે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. આ ઉપરાંત તેમની સાથે પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો છે.
મને કોઈ ડરાવી શકે નહીંઃ અર્જુન મોઢવાડિયા
અર્જુન મોઢવાડિયા જણાવે છે કે, ‘મને મોદી સાહેબના નેતૃત્વમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હું ભાજપમાં જોડાઈ રહ્યો છું. ભાજપમાં જોડાઈ તો કોંગ્રેસ કહેતું કે, સરકારી એજન્સીઓના ડરથી ગયા છે. હું કહેવા માગુ છું કે, આજ સુધી મને કોઈ એજન્સીએ ડરાવ્યો નથી. ગુજરાત કોંગ્રેસમાં રહેલા કોઈ પણ નેતાને પણ કોઈ એજન્સી ડરાવી નથી રહી. મારા જેવા નેતાને સ્વીકારવા માટે આદરણીય નરેન્દ્રભાઈનો આભાર માનું છું. કોઈ લોભ, લાલચ કે ટિકિટની આશા-અપેક્ષા વિના ભાજપમાં જોડાઈ રહ્યો છું.’