November 22, 2024

શું માલદીવે તેના 28 ટાપુઓ ભારતને સોંપ્યા? મુઈઝુનું ટ્વીટ અને PM મોદીના વખાણનું કનેક્શન

Maldives: માલદીવે 28 ટાપુઓ પર પાણી પુરવઠા અને ગટર સંબંધિત પ્રોજેક્ટ પર કામ કરવાની અને તેની જાળવણી કરવાની જવાબદારી ભારત સરકારની રહેશે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ પોતે આની જાહેરાત કરી છે. જોકે માલદીવ દ્વારા ભારતને 28 ટાપુઓ સોંપવાના સમાચાર વચ્ચે વિદેશ મંત્રાલય (MEA) એ આ દાવાઓને ફગાવી દીધા છે અને કહ્યું છે કે ઇન્ટરનેટ પર ફેલાતા આ સમાચાર ‘ભ્રામક અને નકલી’ છે.

આ ખોટી માહિતી વિદેશ મંત્રી એસ. જયશંકરની માલદીવની તાજેતરની ત્રણ-દિવસીય મુલાકાત એ ટાપુ દેશમાં મોટા રાજકીય પલટા પછી ભારત તરફથી પ્રથમ ઉચ્ચ સ્તરીય રાજદ્વારી મુલાકાત હતી. જ્યાં ચીન તરફી નેતા મોહમ્મદ મુઇઝુએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.

કેવી રીતે ખોટી માહિતી ફેલાવા લાગી
વિદેશ મંત્રીની મુલાકાત દરમિયાન કેટલાક વેરિફાઈડ એકાઉન્ટ્સ સહિત ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પોસ્ટ કરવાનું શરૂ કર્યું કે ભારતે માલદીવ્સ પાસેથી 28 ટાપુઓ ખરીદ્યા છે. આ યૂઝર્સે એવો પણ દાવો કર્યો હતો કે ખરીદી માટેના કરાર પર પ્રમુખ મુઇઝુએ પોતે હસ્તાક્ષર કર્યા હતા.

આ યુઝર્સે નકલી ખરીદીને પીએમ મોદીની આ વર્ષે લક્ષદ્વીપના બીચ પરની મુલાકાત અંગેની ટિપ્પણી સાથે જોડી છે. તેણે “લક્ષદ્વીપ બીચ પર 50-મીટર વોક અને ટ્વીટનો જાદુ” જેવા શબ્દસમૂહો લખવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો: PM મોદીએ ભારત-પાકિસ્તાનના ભાગલાના પીડિતોને કર્યા યાદ, કહ્યું – વિભાજનની ભયાનકતાથી…

વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી
વિદેશ મંત્રાલયે લોકોને ભારપૂર્વક આશ્વાસન આપ્યું છે કે ચારેબાજુ ફેલાયેલી અફવાઓ માત્ર તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે કોઈ ડીલ કે સમજૂતી નથી.