ઘરે બનાવો સોયાબીનના ટેસ્ટી ઉપમા
Soybean Upma: ઉપમાને એક હેલ્દી ડિશ તરીકે જોવામાં આવે છે. તમે અત્યાર સુધી સોજીનો ઉપમા, ધી વાળો ઉપમા તો ઘણી વખત ખાધો હશે, પરંતુ તમે ક્યારે સોયાબીનનો ઉપમા ખાધો છે. સોયાબીનનો ઉપમા બનાવવામાં બહુ સરળ અને સ્વાસ્થ્ય માટે ખુબ જ સારો છે. તેમાં નાખવામાં આવતી ઘણી બધી શાકભાજીઓના કારણે ઉપમા ખાવાથી ઘણા બધા પોષક તત્વો પણ શરીરને મળશે.
સામગ્રી
1 વાટકી સોયાબીન કીમા
1 ચમચી સેકેલી મગફળી
1/2 ચમચી રાઈ
1 ચમચી લીંબળના પાન
1 લાલ મરચુ
મીઠ્ઠુ સ્વાદ અનુસારરીત
– સૌથી પહેલા મીડિયમ તાપમાં એક પેનમાં તેલ ગરમ કરો
– તેલ ગરમ થાય એ સાથે જ તેમાં રાઈ, લીંબળાના પાન અને સાબુત લાલ મરચા નાખો. આ બધી વસ્તુને ચડે ત્યાં સુધી રાખો
– રાઈ સેકાઈ જાય કે એ સાથે શાકભાજી અને મીઠ્ઠું ઉમેરો
– સોયાબીન કીમા અને સેકેલી મગફળીને ઉમેરીને બધી વસ્તુને સારી રીતે ચડવા જો
– આ તમામ વસ્તુને 4-5 મિનિટ સુધા ઢાકીને પકાવો
– તૈયાર છે તમારા સોયાબીનના ઉપમા