December 21, 2024

ઘરે કેમિકલ ફ્રી કાજલ કેવી રીતે બનાવશો?

Homemade Kajal: કાજલ લગાવવાથી ખાલી સુંદરતા વધતી નથી પરંતુ તેનાથી ઘણા ફાયદાઓ પણ આંખોને થાય છે. શું તમે પણ મોંઘી કાજલ ખરીદવા ઘણા પૈસા ખર્ચો છો? તો બહારની કાજલની તમને નુકસાન કરી શકે છે. અમે તમારા માટે ઘરે કાજલ કેવી રીતે બનાવવી તેની રીત લઈને આવ્યા છીએ. ચાલો જાણીએ કેવી રીતે બનાવશો ઘરે કાજલ.

કાજલ ઘીમાંથી બનાવી શકાય
ઘીનો ઉપયોગ કરીને કાજલ બનાવવા માંગો છો તો તમારે માટીના દીવામાં ઘી લઈને વાટ સળગાવાની રહેશે. તેના ઉપર એક પ્લેટ મૂકી દો. જ્યારે દીવો ઓલવાઈ જશે ત્યારે તેમાં કાજળ લાગી હશે તેને એક બાઉલમાં કાઢી લો. હવે તમારે આ કાજલમાં ઘી નાંખવાનું રહેશે. તમારી કાજલ તૈયાર છે.

કપૂર તેલથી કાજલ બનાવો
કપૂર તેલમાંથી કાજલ બનાવવા માટે, બે કપ ઉપર પ્લેટ મૂકવાની રહેશે. આ પછી તમારે તેમાં દીવામાં કપૂર મૂકવાનું રહેશે તેને બાદમાં પ્રગટાવો. દિવા પર તમારે પ્લેટ રાખવાની રહેશે. હવે થોડીવારમાં તેમાં કાજલ જમા થવા લાગશે. હવે તમારે તેમા કપૂર નાંખવાનું રહેશે. આ પછી તેમાં તમે બદામનું તેલ પણ નાંખી શકો છો.

આ પણ વાંચો: શાકાહારી લોકોના શરીરમાં પ્રોટીનની ઉણપ હોય તો આ રહ્યા ઈંડા સિવાયના બેસ્ટ ઓપ્શન

બદામમાંથી કાજલ
બદામમાંથી કાજલ બનાવવા માટે સૌથી પહેલા એક દીવામાં સરસવનું તેલ નાખવાનું રહેશે. હવે તેમાં એક વાટ નાંખો અને પછી બે બદામને આગની તરફ મૂકો અને પ્લેટ ઊંધું મૂકો અને પ્લેટની નીચે એક સળગતો દીવો મૂકવાનો રહેશે. દીવો ઓલવાઈ જાય પછી તેના પર લાગેલી કાજલને ભેગી કરો. હવે તેમાં એક ટીપું બદામનું તેલ ઉમેરો અને તમારી ઘરે બનાવેલી કાજલ તૈયાર છે.