November 24, 2024

IPLની શરૂઆત પહેલા આવી ગઈ સસ્તા ભાવમાં સ્માર્ટ ટીવી!

અમદાવાદ: જો તમે IPL 2024ની શરૂઆત પહેલા મોટી સ્ક્રીન સ્માર્ટ ટીવી મેળવવા માંગો છો? તો આ અહેવાલ માત્ર તમારા માટે છે. સાત હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં તમારા માટે મોટી સ્ક્રીનનું સ્માર્ટ ટીવી તમે ખરીદી શકો છો. આઈપીએલની શરૂઆત થાય તે પહેલા સ્માર્ટ ટીવીની સસ્તી શ્રેણી રજૂ કરવામાં આવી છે.

ટીવીમાં ઓફર
થોડા જ દિવસોમાં હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2024 આવી રહી છે. જો તમે પણ ક્રિકેટના દિવાના છો અને તમને પણ મેચને જોવા માટે મોટી સ્ક્રીન પર ક્રિકેટ જોવાનું મન થાય છે, તો આ અહેવાલ તમારા માટે છે. અમે આજે ટીવીની વાત કરવાના છીએ જે તમારા બજેટમાં છે અને સ્ક્રીન પર મોટી મળી રહેશે. ટેક જાયન્ટ કોડકે IPL પહેલા પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. કોડક સસ્તા ભાવે સ્માર્ટ ટીવી લઈને આવ્યું છે. જેમાં 3 નવા સ્માર્ટ ટીવી લોન્ચ કરવામાં આવ્યા છે. આજના દિવસે તેને લોન્સ કરવામાં આવશે. Kodak એ 24, 32 અને 43 ઇંચ સ્ક્રીન સાથે SE શ્રેણીના આ ત્રણ સ્માર્ટ ટીવી રજૂ આજે કરશે.

આ રીતે કરો ખરીદી
જો તમે IPL 2024 નો આનંદ માણવા માંગતા હો અને એ પણ મોટી સ્ક્રીન પર તો આ ટીવી તમારા માટે છે. જે બજેટમાં પણ છે. કંપનીએ ત્રણેય સ્માર્ટ ટીવી ભારતીય યુઝર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ટીવીની ડિઝાઇન બનાવામાં આવી છે. જો તમે ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો તો ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પરથી કોડકનું 43 ઈંચનું મોટું ટીવી ખરીદી શકો છો.

ટીવી ખરીદવાની શાનદાર તક
Kodak એ તેનું નવું સ્માર્ટ ટીવી ખૂબ જ વાજબી કિંમત સાથે બજારમાં આજના દિવસે બજારમાં આવી રહ્યું છે. આ ટીવીની ખાસિયતની વાત કરવામાં આવે તો તેમાં ઓછા બજેટમાં એટલે કે રૂપિયા 5,999 થી રૂપિયા 4,999માં નવું સ્માર્ટ ટીવી મેળવી શકો છો. કંપનીનું નવું SE સીરીઝ A35 પ્રોસેસર ઉપલબ્ધ થશે. તમને 24 ઇંચના સ્માર્ટ ટીવીમાં 20W સાઉન્ડ આઉટપુટ, 32 અને 43 ઇંચના સ્માર્ટ ટીવીમાં 30W સાઉન્ડ આઉટપુટ મળી રહેશે. મહત્વની વાત એ છે કે ત્રણેય મોડલમાં કનેક્ટિવિટી માટે HDMI, USB અને WiFiનો વિકલ્પ છે.

ઉત્તમ વિકલ્પો
કોડક SE શ્રેણીમાં, કંપનીએ RAM અને ROM બંનેના ઉત્તમ વિકલ્પો આપવામાં આવ્યા છે. રેમની વાત કરવામાં આવે તો તેમાં તમને 4GB RAM મળી રહેશે. જેમાં તમે ouTube, Prime Video, Sony Liv, Zee5 જેવી એન્ટરટેઈનમેન્ટ એપ્સનો આનંદ મેળવી શકો છો. . તમને ત્રણેય મોડલમાં ખૂબ જ ઓછા બેઝલ્સ મળશે. મહત્વની વાત એ છે કે ઓછા બજેટમાં તમને મોટી સ્ક્રીન મળી રહેશે.