February 6, 2025

માથા પર બોલ વાગતા બોલર ગંભીર રીતે ઘાયલ, લોહી વહેવા લાગ્યું

Major League Cricket 2024: અમેરિકામાં રમાઈ રહેલી મેજર લીગ ક્રિકેટ દરમિયાન એક મોટી દુર્ઘટના જોવા મળી હતી. સાન ફ્રાન્સિસ્કોના ફાસ્ટ બોલરને માથા પર બોલ વાગ્યો હતો. જે બાદ બોલરના માથામાં લોહી નીકળવા લાગ્યું હતું. તેને બાદમાં મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.

ગંભીર રીતે થયો ઘાયલ
આ દિવસોમાં અમેરિકામાં મેજર લીગ ક્રિકેટ રમાઈ રહી છે. જેમાં સાન ફ્રાન્સિસ્કો અને સિએટલ વચ્ચે મેચ રમાઈ હતી. મેચ દરમિયાન સાન ફ્રાન્સિસ્કોના એક ફાસ્ટ બોલરને માથામાં બોલ વાગ્યો હતો. તે પીચ પર પડી ગયો અને ખેલાડી ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મેચ દરમિયાન સાન ફ્રાન્સિસ્કોનો ફાસ્ટ બોલર કાર્મેલ લે રોક્સ બોલિંગ કરી હતી. સિએટલના બેટ્સમેને તેના એક બોલ પર ખૂબ જ ઝડપી શોટ રમ્યો જેના કારણે બોલ સીધો કાર્મેલ લે રોક્સના માથામાં ગયો હતો. જે બાદ તેના માથામાં લોહી વહેવા લાગ્યું હતું.

આ પણ વાંચો: આવતીકાલે એશિયા કપ 2024માં ભારત-પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે ટક્કર

કોઈ અપડેટ નથી
ફિલ્ડ અમ્પાયરે મેચ અટકાવી અને ડૉક્ટરોને બોલાવ્યા અને કાર્મિલને મેદાનની બહાર લઈ જવાયો. આ બનાવ બનતાની સાથે તેમના ચાહકોના દિલના ધબકારા વધી ગયા હતા. બીજી તરફ, કાર્મિલ લે રૉક્સના સ્વાસ્થ્ય અંગે હજુ સુધી કોઈ લેટેસ્ટ અપડેટ આવ્યું નથી કે અંગે ફ્રેન્ચાઈઝી દ્વારા હજુ સુધી કોઈ અપડેટ શેર કરવામાં આવ્યું નથી.