ઝારખંડમાં મોટી દુર્ઘટના, ટ્રેને મુસાફરોને કચડી નાખ્યા, 2 લોકોના મોત
Jharkhand Train Accident: ઝારખંડમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. માહિતી અનુસાર ટ્રેનની અડફેટે બે લોકોના મોત થયા છે. લોકોના મૃત્યુની રેલવેએ પુષ્ટિ કરી છે. રેલ્વેએ જણાવ્યું કે વિદ્યાસાગર કાસીતાર વચ્ચેથી પસાર થતી ટ્રેન નંબર 12254 સાત વાગ્યે ERના આસનસોલ ડિવિઝનમાં રોકાઈ હતી. અપ લાઇન પર મેમુ ટ્રેન સાથે અથડાતા બે લોકો ટ્રેક પર ચાલી રહ્યા હતા તેમનુ મૃત્યુ થયું હતું.આ મામલાની તપાસ માટે JAGની ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.
Massive accident as a train ran over the passengers at Kala Jharia railway station in Jamtara. A few death have been reported. The exact number of deaths will be verified later. Medical teams and ambulances have rushed to the spot: Deputy Commissioner, #Jamtara pic.twitter.com/7Yo7Yb5RtN
— Priyanshi Bhargava (@PriyanshiBharg7) February 28, 2024
ઉડતી ધૂળને કારણે ચેન પુલિંગ થયું – DRM આસનસોલ
ડીઆરએમ આસનસોલે ન્યૂઝ દ્વારા માહિતી આપી કે ડાઉન લાઇન એંગ એક્સપ્રેસ આવી રહી હતી અને તેની આસપાસ ધૂળ ઉડી હતી અને સાથે સાથે ચેન પુલિંગ થયું હતું જેમા કારણે કેટલાક મુસાફરો નીચે ઉતર્યા હતા. થોડા સમય પછી, EMU ટ્રેન આવી અને અકસ્માત પ્રથમ ટ્રેનથી પાંચસો મીટર આગળ થયો.
Jharkhand | A train ran over the passengers at Kalajharia railway station in Jamtara. Some deaths have been reported. The exact number of deaths will be confirmed later. Medical teams and ambulances rushed to the spot: Deputy Commissioner, Jamtara
More details awaited.
— ANI (@ANI) February 28, 2024
ઘટના બાદ લોકો ખેતરોમાં દોડવા લાગ્યા
એક નજરે જોનાર વ્યક્તિએ જણાવ્યું કે અપ લાઇન લોકલ પર અકસ્માત થયો હતો. અમે બે મૃતદેહો જોયા છે. રાતનો સમય છે તેથી હું કહી શકતો નથી. આ બનાવથી અરેરાટીનો માહોલ સર્જાયો હતો. લોકો ખેતરોમાં દોડવા લાગ્યા હતા. મળતી માહિતી મુજબ બેંગ્લોર-યશવંતપુર એક્સપ્રેસ ડાઉન લાઈનમાં પસાર થઈ રહી હતી. આ દરમિયાન લાઇનની બાજુમાં નાંખવામાં આવેલી માટીની ધૂળ ઉડી રહી હતી, પરંતુ ધૂળ જોઈને ડ્રાઈવરને શંકા ગઈ કે ટ્રેનમાં આગ લાગી છે અને ધુમાડો નીકળી રહ્યો છે. જેના કારણે ટ્રેન રોકાતાની સાથે જ મુસાફરો પણ નીચે ઉતરી ગયા હતા, આ દરમિયાન જતી EMU ટ્રેનની અડફેટે ઘણા મુસાફરોના મોત થયા છે.