January 30, 2025

દિલ્હીના બુરારીમાં મોટો અકસ્માત, મકાન ધરાશાયી થતા એક બાળકીનું મોત 12 ઈજાગ્રસ્ત

Delhi: રાજધાની દિલ્હીના બુરારી વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો છે. સોમવારે રાત્રે અચાનક એક ઘર ધરાશાયી થયું. નજીકના લોકોએ અકસ્માતની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને કરી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ અકસ્માતમાં 12 લોકો ઘાયલ થયા છે, જ્યારે એક છોકરીનું મોત થયું છે. એમસીડીના ચેરમેન અનિલ ત્યાગીએ કહ્યું છે કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, બુરાડીના કૌશિક એન્ક્લેવમાં ચાર માળની ઇમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા હતા. બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 13 લોકોને બુરારી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. આમાં 7 વર્ષની બાળકી રાધિકાનું મોત થયું છે, જ્યારે 12 ઘાયલોની સારવાર ચાલી રહી છે. ડોક્ટરના જણાવ્યા મુજબ, 5 ઘાયલોને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ફોટા-વીડિયો વાયરલ કરી દઈશ… ધમકી આપી વિધર્મી યુવક આચરતો રહ્યો દુષ્કર્મ

7 વર્ષની છોકરીનું મોત
હકીકતમાં, સોમવારે મોડી સાંજે બુરારી વિસ્તારના કૌશિક એન્ક્લેવમાં 4 માળની ઇમારત ધરાશાયી થતાં 12 લોકો ઘાયલ થયા હતા. રાધિકા નામની 7 વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. તેમના મૃતદેહને પણ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. જ્યાં પોલીસે પંચનામા ભરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

સ્થાનિક લોકોની મદદથી પોલીસની એક ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. ઘરના કાટમાળ નીચે કેટલાક લોકો દટાયેલા હોવાની શક્યતા છે. આ કારણે કાટમાળ ઝડપથી દૂર કરવામાં આવી રહ્યો છે. કાટમાળ ઝડપથી દૂર કરી શકાય તે માટે JCB મશીનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નજીકના પોલીસ સ્ટેશનોના પોલીસ દળને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે.