હડકાયા શ્વાને લીધો 8 વર્ષના બાળકનો જીવ, 20 દિવસ બાદ સારવાર દરમિયાન થયું મોત

Mahisagar: રાજ્યમાં કૂતરાઓનો આતંક દિવસે-દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે હાલ મહિસાગરના ખાનપુર તાલુકામાં હડકાયા કુતરાએ એક બાળકનો જીવ લીધો હોવાની ઘટના સામે આવી છે. ઘોઘાવાડા ગામે 8 વર્ષીય બાળકને કૂતરુ કરડ્યું હતું. જે બાદ સારવાર દરમિયાન 20 દિવસ બાદ બાળકનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર મહીસાગરના ખાનપુર તાલુકામાં હડકાયા કુતરાએ ઘોઘાવાડા ગામે 8 વર્ષિય બાળકને કરડ્યું હતું અને બાળકને ગંભીર ઈજા થઈ હતી. જે બાદ બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તે દરમિયાન 20 દિવસ બાદ બાળકનું મોત નીપજ્યું હતું. વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર 15 દિવસ અગાઉ હડકાયાં કુતરા દ્વારા આજુબાજુ વિસ્તારના 5-10 લોકોને કરડ્યું હતું. જે બાદ જિલ્લામાં રેબીસ ઇમ્યુનો ગ્લોબીન રસી ન હોવાને લઈ ખાનપુરના લોકોએ ગોધરા સારવાર લેવામાં આવી હતી. ગોધરા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે બાળકનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે, બાળકનું 20 દીવસ બાદ મૃત્યુ થતાં આસપાસના લોકોમા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: વાડજમાં કિન્નરોએ શ્વાન છોડીને પોલીસ પર કર્યો હુમલો, ફરિયાદ નોંધાઈ