January 20, 2025

લુણાવાડામાં મસ્જિદ પર મોટી કાર્યવાહી, લાઉડ સ્પીકર ઉતારી લેવાયાં

મહીસાગરઃ લુણાવાડાથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં મસ્જિદ પરથી લાઉડ સ્પીકર ઉતારી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિકોએ આ મામલે ફરિયાદ કરી હતી. ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને લાઉડ સ્પીકર ઉતારી લેવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, લુણાવાડામાં જાહેરનામાના ભંગ બદલ તંત્રએ મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા વહીવટી તંત્રએ મસ્જિદ-એ-મહેરુનિસ્સા પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મસ્જિદ પર લગાવવામાં આવેલા મોટા લાઉડ સ્પીકર ઉતારી લેવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, આ મામલે સ્થાનિક મુસ્લિમ લોકોએ ફરિયાદ કરી હતી અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્પીકર ઉતારી લેવામાં આવ્યા હતા.