November 16, 2024

રાહુલ ગાંધી અને શરદ પવારના હેલિકોપ્ટરની થઇ તપાસ, સંજય રાઉતની બેગ પણ તપાસી

Maharashtra Elections: ભારતના ચૂંટણી પંચના અધિકારીઓએ શનિવારે અમરાવતીમાં કોંગ્રેસના નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે રાયગઢમાં એનસીપી (શરદ)ના વડા શરદ પવારના હેલિકોપ્ટરની પણ તપાસ કરવામાં આવી હતી. દરમિયાન, નાસિકમાં શિવસેના (ઉદ્ધવ ઠાકુરે) જૂથના નેતા સંજય રાઉતની બેગની પણ તપાસ કરવામાં આવી હતી.

અમરાવતીમાં રાહુલ ગાંધીની બેગની તપાસ કરવામાં આવી
નોંધનીય છે કે, રાહુલ ગાંધી અમરાવતીના ધમણગાંવ રેલવેના હેલિપેડ પર પહોંચતા જ ત્યાં હાજર ચૂંટણી પંચના અધિકારીઓએ તેમના હેલિકોપ્ટરમાં તપાસ શરૂ કરી દીધી હતી. રાહુલ ગાંધીની બેગની તપાસ કરવામાં આવી હતી.

ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે સહિત અનેક નેતાઓની બેગ પણ ચેક કરવામાં આવી હતી
ચૂંટણી પંચના અધિકારીઓ મહારાષ્ટ્રમાં પ્રચાર કરી રહેલા નેતાઓની બેગ અને હેલિકોપ્ટરની તપાસ કરી રહ્યા છે. ચૂંટણી અધિકારીઓએ આને સમાન તકો સુનિશ્ચિત કરવાનું પગલું ગણાવ્યું છે. 11 નવેમ્બરના રોજ શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેની બેગની તલાશી લેવાયા બાદ હેલિકોપ્ટરનું ચેકિંગ વિવાદ અને રાજકીય મુકાબલોનો મુદ્દો બની ગયો હતો. બાદમાં લાતુરમાં તેની બેગની ફરી તપાસ કરવામાં આવી હતી. એક અઠવાડિયામાં, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, નીતિન ગડકરી અને અન્ય નેતાઓ પર સમાન તપાસ હાથ ધરવામાં આવી હતી.