સુપ્રીમ કોર્ટે મહાકુંભમાં નાસભાગની સુનાવણી કરવાનો કર્યો ઇનકાર, અલ્હાબાદ હાઈકોર્ટમાં જવા કહ્યું
Mahakumbh 2025: સુપ્રીમ કોર્ટે પીઆઈએલ દાખલ કરનાર વકીલને તેમની અરજી અલ્હાબાદ હાઈકોર્ટમાં લઈ જવા માટે કહી દીધું છે. આ અરજીમાં મૌની અમાવસ્યાના દિવસે નાસભાગમાં લોકોના મોત થયા હતા તે માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી.
આ પણ વાંચો: નીતિન પટેલનાં નિવેદન પર મનીષ દોશીએ આપી પ્રતિક્રિયા, કહ્યું BJPએ તમામ વિભાગોમાં એજન્ટ પ્રથા દાખલ
દુર્ભાગ્યપૂર્ણ ઘટના
સર્વોચ્ચ અદાલતે પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગમાં લોકોના મોત થયા હતા જે ઘટનાને “દુર્ભાગ્યપૂર્ણ ઘટના” ગણાવી હતી. યાત્રાળુઓ માટે સલામતીના પગલાં અને માર્ગદર્શિકા લાગુ કરવાના નિર્દેશોની માંગ કરતી અરજીનો સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. આ સાથે સુપ્રીમ કોર્ટે પીઆઈએલ દાખલ કરનાર વકીલને તેમની અરજી અલ્હાબાદ હાઈકોર્ટમાં લઈ જવા માટે કહ્યું હતું.