December 22, 2024

પરિવારનો મોભી બન્યો હત્યારો, 8 લોકોને મારીને પોતે પણ કરી આત્મહત્યા

MP Crime: દેશના વિકાસની સાથે ક્રાઈમના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. હત્યાના બનાવો પણ એટલા વધી રહ્યા છે કે ખરેખર આ કળિયુગ ચાલી રહ્યો છે તેની સાબિતી પૂરાવે છે. મધ્યપ્રદેશમાં એક એવો બનાવ સામે આવ્યો છે કે જેને વાંચીને તમે પણ ચોંકી જશો. છિંદવાડા જિલ્લામાં એક આદિવાસી પરિવારના 8-10 લોકોની કુહાડી વડે પોતાના જ પરિવારના મોભીએ હત્યા કરી નાંખી હતી. વાત અહિંયા પુરી થતી નથી. લોકોની હત્યા કર્યા બાદ પોતે પણ ફાંસી લગાવીને હત્યા કરી નાંખી હતી.

જીવનનો અંત આણ્યો
તમે એવું તો સાંભળ્યું હશે કે પરિવારનું ધ્યાન મોભી રાખે છે. પરંતુ આ કેસમાં મોભી જ પરિવારની રક્ષાના બદલે હત્યા કરી નાંખે છે. મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાની સરહદે આવેલા આદિવાસી બહુલ વિસ્તારના માહુલઝિર પોલીસ સ્ટેશન હેઠળના બોદલકચર ગામમાં એક આદિવાસી પરિવારના 8 લોકોની સામૂહિક હત્યા કરી દેવામાં આવી છે. પરિવારના તમામ સભ્યને મારીને પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચો: સ્માર્ટ સિટીમાં ‘સ્માર્ટ’ ચોરી, ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

કારણ શું હતું?
પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે હત્યા કરવાનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. સુત્રો તરફથી મળેલી માહિતી અનુસાર આ બનાવ રાત્રીના 2થી3 વાગ્યા સુધીમાં બન્યો છે. પોલીસે હાલ આખા ગામને સીલ કરી દીધું છે. છિંદવાડાથી પોલીસને માહિતી મળતાની સાથે જ ઘટનાસ્થળે રવાના થયા હતા. આ વિશે વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. આગળ જઈને જોવાનું રહ્યું કે આ કેસમાં શું ખુલાસો થાય છે. આરોપી માનસિક રીતે અસ્વસ્થ હોવાના કારણે તેના પરિવારની હત્યા કરી નાંખી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પત્નીની હત્યા કરી
પોલીસે જે માહિતી આપી તે અનુસાર આરોપીના લગ્ન 21 મેના થયા હતા. લગ્નના 8 દિવસમાં તેણે પોતાની પત્ની હત્યા કરી નાંખી છે. આરોપીએ પહેલા પત્ની ત્યારબાદ 55 વર્ષીય માતા, 35 વર્ષીય ભાઈ, 30 વર્ષીય ભાભીની હત્યા કરી હતી. બહેનને મારી 5 અને 4 વર્ષની બે ભત્રીજીની કુહાડીથી હત્યા કરવામાં આવી છે.