November 23, 2024

LSG vs CSK: લખનૌ સુપર જાયન્ટ્સ ચેન્નાઈ સુપર કિંગ્સથી નીકળી ‘આગળ’

IPL 2024: ગઈ કાલે લખનૌ અને ચેન્નાઈ વચ્ચે મેચ હતી. જેમાં લખનૌની ટીમની જીત થઈ હતી. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે આ મેચ ખૂબ સરળતાથી જીતી લીધી હતી. સતત બે મેચમાં હાર્યા બાદ લખનૌની ટીમે ફરી વાપસી કરી છે. આઈપીએલના ઈતિહાસમાં બંને ટીમો હવે એકબીજા સામે ચાર મેચ રમી ચૂકી છે.

કેવી રહી મેચ?
આ મેચમાં લખનૌ માટે બોલરોનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું છે. આ મેચમાં લખનૌની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈની ટીમે બેટિંગ કરી હતી. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. ચેન્નાઈ માટે રવિન્દ્ર જાડેજાએ 57 રન તો અજિંક્ય રહાણેએ 24 બોલમાં 36 રન અને મોઈન અલીએ 20 બોલમાં 30 રન બનાવ્યા છે. મોઈન અલીએ 20 બોલમાં 30 રન બનાવ્યા હતા. જ્યારે મહસીન ખાન, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ અને માર્કસ સ્ટોઈનિસને એક-એક વિકેટ મળી હતી.મહસીન ખાન, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ અને માર્કસ સ્ટોઈનિસને એક-એક વિકેટ મળી હતી.

આ પણ વાંચો: દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે દિલ્હીમાં પ્રથમ મેચ

રન ચેઝમાં ઓપનરોનું શાનદાર કામ
ચેન્નાઈ સુપર કિંગ્સે આ મેચ જીતવા માટે લખનૌ સુપર જાયન્ટ્સને 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કેએલ રાહુલ અને ક્વિન્ટન ડી કોકે ટીમને શાનદાર શરૂઆત રહી હતી. કેએલ રાહુલે 53 બોલમાં 82 રન બનાવ્યા હતા. ક્વિન્ટન ડી કોકે 43 બોલમાં 54 રન બનાવ્યા છે. આ મેચ બાદ પણ ચેન્નાઈની ટીમ હજુ પણ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. જ્યારે લખનૌની ટીમ પાંચમા નંબર પર છે.