લખનઉ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર્યો 200 રૂપિયાનો દંડ, જાણો સમગ્ર મામલો

Lucknow Court in Savarkar Case: લખનઉની ACJM કોર્ટે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર 200 રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને તેમને 14 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. આ મામલો મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનનો છે. રાહુલ ગાંધીએ 17 ડિસેમ્બર 2022ના રોજ અકોલામાં એક પ્રેસ કોન્ફરન્સમાં સ્વતંત્રતા સેનાની વીર સાવરકર પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદન સામે નૃપેન્દ્ર પાંડે દ્વારા ACJM લખનઉમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદીનું કહેવું છે કે રાહુલ ગાંધીનું નિવેદન સમાજમાં નફરત ફેલાવી રહ્યું છે.
यूपी : लखनऊ कोर्ट ने लगातार गैरहाजिर रहने पर राहुल गांधी पर 200 रुपए जुर्माना लगाया। 14 अप्रैल को कोर्ट में पेश होने का आदेश दिया।
शिकायकर्ता नृपेंद्र पांडेय के अनुसार– राहुल गांधी ने वीर सावरकर को ‘अंग्रेजों का नौकर’ और ‘पेंशन लेने वाला’ कहा था।
ये मामला कोर्ट में चल रहा है। pic.twitter.com/c2vJe23zCN
— Sachin Gupta (@SachinGuptaUP) March 5, 2025
કોર્ટમાં હાજર ન રહેવા બદલ દંડ ફટકારવામાં આવ્યો
આ કેસમાં રાહુલ ગાંધી આજે કોર્ટમાં હાજર થવાના હતા પરંતુ રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં હાજર રહેવાથી મુક્તિ માટે અરજી દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે. આજે તેને એક વિદેશી મહાનુભાવને મળવાનું હતું. આ મીટીંગ પહેલાથી જ નક્કી હતી. જેના કારણે તે કોર્ટમાં આવી શકે તેમ નથી. જેના પર કોર્ટે રાહુલ ગાંધી પર 200 રૂપિયાનો દંડ ફટકાર્યો અને તેમને 14 એપ્રિલે હાજર થવાનો આદેશ આપ્યો.