September 20, 2024

LPL 2024 Final: જાફના કિંગ્સ ચોથી વખત ચેમ્પિયન બની

LPL 2024 Final: રિલી રૂસોના અણનમ 106 રનની મદદથી જાફના કિંગ્સે લંકા પ્રીમિયર લીગ 2024ની ફાઇનલમાં જીત મેળવી હતી. આ રીતે પ્રથમ વખત ટ્રોફી જીતવાનું ગાલે માર્વેલ્સનું સ્વપ્ન અધૂરું રહી ગયું હતું. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી LPL 2024ની ફાઇનલ મેચમાં જાફના કિંગ્સે ગાલે માર્વેલ્સ સામે 9 વિકેટે જીત મેળવી હતી.

સૌથી સફળ ટીમ
ફાઈનલ મેચમાં પ્રથમ બેટિંગ કરીને ગાલે માર્વેલ્સે 184 રન બનાવ્યા હતા. જવાબમાં, 185 રનનો પીછો કરતી વખતે, દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી રિલે રૂસોએ મજબૂત અણનમ સદી (106*) ફટકારી અને કુસલ મેન્ડિસે 72 રન બનાવ્યા હતા. આ બંને ખેલાડીઓ વચ્ચે 184 રનની ભાગીદારી કરી હતી. જેના કારણે ચોથી વખત લંકા પ્રીમિયર લીગનો ખિતાબ જીત્યો હતો. લંકા પ્રીમિયર લીગના ઈતિહાસમાં જાફના કિંગ્સ પણ સૌથી સફળ ટીમ બની ગઈ છે. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો LPLની કુલ 5 સિઝન રમાઈ છે. જેમાં 4સિઝન જાફના કિંગ્સે ટાઈટલ જીત્યું છે.

આ પણ વાંચો: આવતીકાલે એશિયા કપ 2024માં ભારત-પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે ટક્કર

વહેલા આઉટ થયો
ફાઈનલ મેચમાં ગાલે માર્વેલ્સની શરૂઆત કંઈ ખાસ રહી ના હતી. તેણે ખાલી 86 રનમાં ચાર વિકેટ લીધી હતી. ટીમ વતી ભાનુકા રાજપક્ષે 34 બોલમાં 82 રન બનાવ્યા હતા તેમાં તેણે 8 ચોગ્ગા અને 6 છગ્ગા લગાવ્યા હતા. પથુમ નિસાન્કાના વહેલા આઉટ થયો હતો. જે બાદ રિલે રૂસો બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો. આ સમયે તેણે 9 ચોગ્ગા અને 7 ચગ્ગા સાથે 106 રન બનાવ્યા હતા. કુસલ મેન્ડિસ પણ 40 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 72 રન બનાવ્યા હતા. જાફનાએ માત્ર 15.4 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરીને 9 વિકેટે લીધી હતી.