પંચમહાલમાં પ્રેમી પંખીડાનો ગળાફાંસો ખાઈ આપઘાત, સાથે રહી શકે તેમ ન હોવાથી જીવન ટૂંકાવ્યું

પંચમહાલ: પંચમહાલમાં પ્રેમી પંખીડાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. એક જ ફળિયામાં રહેતા 20 વર્ષીય યુવક-યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ખેતરમાં ઝાડ ઉપરથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા.
આ પ્રેમી પંખીડા પ્રેમસંબંધમાં બંને એક સાથે રહી શકે તેમ ન હોવાથી જીવન ટૂંકાવી લીધી હતું. ત્યારે યુવક અને યુવતીના પરિવારજનો અને સ્થાનિકોને જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા હતા. હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.