June 30, 2024

Loksabha Eelction Result: પરિણામ આવતાંની સાથે સોશિયલ મીડિયા પર મીમ્સનો મારો શરૂ

Loksabha Election 2024: આજે દેશના દરેક લોકોની નજર ચૂંટણીના પરિણામ પર છે. જનતામાં એ ચર્ચા છે કે કોની સરકાર બનશે. આ વચ્ચે લોકો સોશિયલ મીડિયા પર મીમ્સ શેર કરી રહ્યા છે. લોકો ફની મીમ્સ બનાવીને વાયરલ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ
થોડા દિવસો પહેલા લોકસભાની ચૂંટણી હતી અને આજે તેનું પરિણામ છે. આ ચૂંટણી 7 તબક્કામાં થઈ હતી. આ ચૂંટણી 1 જૂનના પુર્ણ થઈ હતી. આજ સવારથી લોકો પરિણામની રાહ જોઈ રહ્યા છે. તગણતરી શરૂ થયા બાદ ચૂંટણીના વલણો બહાર આવી રહ્યા છે. જેમ જેમ આ ચૂંટણીના વલણ બહાર આવી રહ્યા હતા તેમ તેમ લોકો સોશિયલ મીડિયામાં મીમ્સનો સિલસિલો જોવા મળ્યો છે. આવો કેવા કેવા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: Loksabha Election: શું આજે 1984માં બનેલો રેકોર્ડ તૂટી જશે?

સોશિયલ મીડિયા પર મીમ્સનો સેલાબ
ચૂંટણીના વલણો જેમ જેમ બહાર આવી રહ્યા હતા, તેમ લોકો ચૂંટણીને લઈને મીમ્સ શેર કરી રહ્યા છે. સૌપ્રથમ મીમમાં INDI ગઠબંધન મુશ્કેલીમાં હોવાનું દર્શાવ્યું હતું. અમિતાભ બચ્ચનની ફિલ્મોના દ્રશ્યોને કાપીને એક મીમ્સ બનાવવામાં આવ્યો હતો. જે અત્યારે વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશનો કોઈ પણ મુદ્દો હોય તે સોશિયલ મીડિયા પર ચોક્કસ વાયરલ થઈ જાય છે. દેશમાં લોકસભાના તહેવાર સમાન લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને તેના મીમ્સ ના બને તેવું શક્ય નથી.