January 3, 2025

Lok Sabha Elections: સુરત કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ઇન્ટ્રોગેશન પરેડ યોજાઇ

અમિત રૂપાપરા,સુરત: આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઈ તે માટે ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓની ઇન્ટ્રોગેશન પરેડ રાખવામાં આવી હતી. આ પરેડમાં અલગ અલગ ગુનાઓમાં પકડાયેલા 131 આરોપીઓની લાઈન પરેડ કરવામાં આવી હતી.

આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે, ત્યારે મતદાન દરમિાયન શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર કોઈ પણ પ્રકારના સવાલ ઊભા ન થાય તે માટે સુરતમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ જેવા કે હિસ્ટ્રીશીટર, ટપોરી, શરીર સંબંધિત ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ, બુટલેગર, ગેસ રી-ફિલિંગમાં પકડાયેલા આરોપીઓ, તેમજ હથિયારબંધીના જાહેરનામા હેઠળ પકડાયેલા આરોપી દબાણ વિભાગના હુમલામાં પકડાયેલા આરોપી અને રાઇટિંગના ગુનામાં પકડાયેલા આરોપીઓને પોલીસ સ્ટેશનમાં હાજર રાખીને ઇન્ટ્રોગેશન પરેડ રાખવામાં આવી હતી.

આ પણ વાંચો: સુરતના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા ગુજરાતમાં રાજકારણ ગરમાયું

જેમાં 4 હિસ્ટ્રીસિટર, 16 ટપોરી, 22 એમ.સી.આર, 25 શરીર સંબંધિત ગુનામાં પકડાયેલા આરોપી, 30 બુટલેગર, 3 ગેસ રીપેરીંગમાં પકડાયેલા આરોપી, 12 હથિયાર બંધી જાહેરનામા હેઠળ પકડાયેલા આરોપી અને 19 રાયોટીંગ તેમજ દબાણ વિભાગ પર હુમલામાં પકડાયેલા આરોપીઓ મળી કુલ 131 આરોપીઓને પોલીસ સ્ટેશનમાં હાજર રાખીને લાઈન પરેડની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તમામ આરોપીઓની રૂબરૂ ઇન્ટ્રોગેશન પરેડ ગોઠવીને આરોપીઓના લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અનુસંધાને સુલેહભંગ થતું અટકાવવા તમામની સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા અને તેઓના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરી કાયદો ભંગ કરતા તેમને અટકાવવામાં આવ્યા હતા અને ગુનેગારીનો માર્ગ છોડીને સામાન્ય જિંદગી જીવવા માટે તેમને પોલીસ દ્વારા સામાજિક માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.