News 360
Breaking News

લો બોલો… હવે દીવથી ઉનામાં પોસ્ટ પાર્સલમાં દારૂ ઘુસાડાતો હોવાનો થયો પર્દાફાશ

Gir Somnath: રાજ્યમાં અવારનવાર દારૂની હેરાફેરીની ઘટનાઓ સામે આવતી હોય છે. જ્યારે દીવથી ઉનામાં પોસ્ટ પાર્સલમાં દારૂ ઘુસાડાતો હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે દીવના પોસ્ટ માસ્ટર દ્વારા દારૂ દીવથી ઉનામાં મોકલાતો હતો.

મળતી માહિતી અનુસાર દીવથી ઉનામાં પોસ્ટ પાર્સલમાં દારૂ લઈ બાઈક પર દારૂ ઘુસાડાતો હોવાની બાતમી મળી હતી. જ્યારે પોલીસે પોસ્ટ પાર્સલની તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પોલીસે દારૂ લાવનારની પૂછપરછ કરી હતી. ત્યારે શખ્સે જણાવ્યું હતું કે, પોસ્ટ માસ્ટર મયુરે મોકલ્યાનું સામે આવ્યું છે. જોકે, હાલ પોલીસે આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: જોરદાર ભૂકંપથી ધ્રુજી ધરા, મ્યાનમારમાં 5.5ની તીવ્રતાની ભૂકંપનો આંચકો અનુભવાયો