લીંબડી-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 5નાં ઘટનાસ્થળે મોત

સુરેન્દ્રનગરઃ લીંબડી-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરેન્દ્રનગરના મોરવાડ નજીક અકસ્માતમાં 5નાં મોત નીપજ્યા હતા. ત્યારે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.
લીંબડી-રાજકોટ હાઈવે પર ડમ્પર અને મિની બસ વચ્ચે અકસ્માત, 5ના મોત, 8 ઘાયલ #Surendranagar #Accident #Gujarat pic.twitter.com/o6LffWg1PH
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) February 23, 2025
મળતી માહિતી પ્રમાણે, લીંબડી-રાજકોટ હાઈવે પર અકસ્માત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડમ્પર અને મિનિ ટ્રાવેલ્સ બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં 5 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જ્યારે 8 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.
મળતી માહિતી પ્રમાણે, પશ્ચિમ બંગાળનો પરિવાર સૌરાષ્ટ્રના પ્રવાસેથી પરત જઈ રહ્યો હતો. તે સમયે ગમખ્વાર અકસ્માત થયો છે. આ પરિવાર સોમનાથ-દ્વારકા સહિતના ધાર્મિક સ્થળોએથી દર્શન કરી પરત ફરીર હ્યો હતો. 10 વ્યક્તિઓને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સીયુ શાહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજે રાત્રે તેમની અમદાવાદથી પશ્ચિમ બંગાળની ફ્લાઈટ હતી.