સુરતની પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Surat News: સુરતની પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં કહેવાતા પત્રકારો દ્વારા લોકો તેમજ બિલ્ડરોને ખોટી રીતે હેરાન પરેશાન કરી ધમકીઓ આપી તેમની પાસેથી ખંડણી વસુલાત કરવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદ સુરત શહેર પોલીસ એકશનમાં આવી હતી. લોકો પાસેથી ખંડણી ઉઘરાવતા કહેવાતા તોડબાજ પત્રકારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હવે ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા સંકલન સમિતિની બેઠકમાં RTI કરી ખાનગી મિલકતોની માહિતી મેળવી બાંધકામ તોડાવી નાખવાની કે પછી અન્ય ધમકીઓ આપી લોકો તેમજ બિલ્ડરો પાસેથી ખંડણી માગતા જે તોડબાજ પત્રકારો સામે કાર્યવાહી થઈ છે. તેમના ન્યુઝ અને પત્રકારત્વના લાયસન્સ રદ કરવાની માગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો: IPL 2025: આ બોલર પર્પલ કેપની રેસમાં આગળ, આ ખેલાડી ઓરેન્જ કેપની રેસમાં મોખરે

રજૂઆત કરવામાં આવી છે
સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, સુરત શહેરમાં આરટીઆઇ એક્ટ દ્વારા વ્યક્તિગત ખાનગી મિલકતો રીપેર કેરીનોવેશન બાંધકામની માહિતી માગી મિલકતના ફોટા પાડી પત્રકારની ઓળખ આપી ન્યુઝ પેપરમાં બાંધકામની માહિતી છાપી બાંધકામ તોડવાની ધમકી આપી ભ્રષ્ટાચાર કરી લાખો રૂપિયાની ખંડણી વસૂલ કરતા ગુનાહિત માનસિક ધરાવતા ઈસમો ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે. તેવા કહેવાતા પત્રકારો અને તેના અખબારના રજીસ્ટ્રેશન રદ કરી તેમને બ્લેકલિસ્ટમાં મુકવામાં આવે તે બાબત તે સુરત SOGના ડીસીપી દ્વારા પ્રેસ રજીસ્ટર જનરલ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ નવી દિલ્હીને રજૂઆત કરવામાં આવી છે તેની માહિતી આપવામાં આવે.

ન્યુઝ પેપરનું લાઇસન્સ રદ કરવા રજૂઆત કરવામાં આવી
ધારાસભ્ય અરવિંદ રાણાની આવી રજૂઆત બાદ તેમની માહિતી આપવામાં આવી હતી કે, સુરત SOG દ્વારા ન્યાયદર્શન ન્યુઝ પેપરના સુરેશ પટેલ, સેવન સી ન્યુઝ પેપરના મુસ્તાક હુસેન બેગ, દૈનિક સત્ય વિચાર ન્યુઝ પેપરના કિશોર કિસામલિયા, ન્યુઝ સીટી ટુડે ન્યૂઝ પેપરના જહીરખાન પઠાણ, રોયલ ક્રાઈમ ન્યુઝના હબીબુલ રહેમાન, ગુજરાત અસ્મિતા ન્યુઝના સચિન પટેલ અને ક્રાઈમ ન્યુઝના ફિરોજ વાયના ન્યુઝ પેપરનું લાઇસન્સ રદ કરવા રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત અરવિંદ રાણા દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત બાદ કહેવાતા તોડબાજ પત્રકારો સામે ફરિયાદો થઈ છે તેમના ન્યુઝ અને પત્રકારત્વના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવા અને તેમને આપવામાં આવેલા એક્રિડીટેશન કાર્ડ રદ કરવા અને આ કાર્ડ જપ્ત કરવા માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને પણ સુચના આપવામાં આવી છે