ભારતની ઝડપી કાર્યવાહીથી પાકિસ્તાનમાં ફફડાટ, તબીબી કર્મચારીઓની રજા રદ

Pakistan News Latest: પહલગામ હુમલા બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું હોવાનું સામે આવ્યું છે. એક પછી એક પાકિસ્તાન એવા નિર્ણય લઈ રહ્યું છે જેના કારણે તેમને ભારતથી ડર લાગી રહ્યો હોય તેવું કલીયર જોવા મળી રહ્યું છે. ફરી એક વખત પાકિસ્તાને એવો જ એક નિર્ણય કર્યો છે. POKમાં તબીબી કર્મચારીઓની રજા રદ કરી છે.
આ પણ વાંચો: IPL 2025: આ ખેલાડી CSK માટે બોજ બન્યો, લાખો રૂપિયા ગયા પાણીમાં!
તબીબી કર્મચારીઓની રજા રદ કરી
પહલગામ હુમલા બાદ ભારતની ઝડપી કાર્યવાહીથી પાકિસ્તાન ગભરાઈ ગયું હોય તેવું સામે આવ્યું છે. ભારતીય સેનાના ડરને કારણે પીઓકે પ્રશાસને કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે તબીબી કર્મચારીઓની રજા રદ કરી દીધી છે. આ ઉપરાંત, વહીવટીતંત્રે કેટલાક કટોકટી નિયંત્રણો પણ લાદ્યા છે. પાકિસ્તાનમાં ભારતના કડક વલણથી ભય જોવા મળી રહ્યો છે. ક્યારેક સિંધુ જળ સંધિ મુલતવી રાખવી કે પછી ક્યારેક જેલમમાં વધારાનું પાણી છોડીને પૂર જેવી પરિસ્થિતિ ઊભી કરવી તેવું થવાથી પાકિસ્તાની ડરી રહ્યા છે. પાકિસ્તાન પર ચારે બાજુથી મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. આ વચ્ચે પાકિસ્તાને પીઓકેમાં વહીવટીતંત્રે કેટલાક કટોકટી નિયંત્રણો લાદ્યા છે અને આરોગ્ય કર્મચારીઓની રજા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાને સાવચેતીના પગલા રુપે આરોગ્ય કર્મચારીઓની રજા રદ કરવાનો નિર્ણય લીધો છે.